દક્ષિણમાં મેઘરાજાની તોફાની ઇનિંગ: 6 કલાકમાં મહુવામાં 4 તો બારડોલીમાં 6 ઇંચ વરસાદ
શહેર અને જિલ્લામાં રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીમાં બારડોલી-મહુવામાં 4, સુરત પલસાણા અને ચોર્યાસીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ હતી. બારડોલીમાં ધોધમાર વરસાદનાં પગલે આશાપુરા માતા મંદિર વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે સુરત શહેરના માનદરવાજા, સહારા દરવાજા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા.
સુરત : શહેર અને જિલ્લામાં રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીમાં બારડોલી-મહુવામાં 4, સુરત પલસાણા અને ચોર્યાસીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ હતી. બારડોલીમાં ધોધમાર વરસાદનાં પગલે આશાપુરા માતા મંદિર વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે સુરત શહેરના માનદરવાજા, સહારા દરવાજા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા.
સહારા દરવાજા ગરનાળામાં ભરાયેલા પાણીમાં બે પીકઅપ વાન ફસાઇ જતા ફાયર વિભાગે રેસક્યું કરી હતી. હવામાન વિભાગના અનુસાર આગામી 48 કલાક કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આઘાહી છે. સુરતના પલસાણામાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો. બારડોલીમાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો.
જો કે ભારે વરસાદના કારણે તમામ ગરનાળાઓ ભરાઇ ગયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો કે ચોમાસુ બેસતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી હતી. તો બીજી તરફ ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું હતું. ઝાડ પડવાની ઘટનાને પગલે ફાયર વિભાગ પણ દોડતું થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube