રાજકોટ : ભાવનગરમાં છેલ્લા 5 દિવસથી ભારે બફારો અને ઉકળાટ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ભારે બફારા વચ્ચે ભાવનગર હેરમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. 15 મિનિટમાં 1 ઇંચ જેટલું પાણી વરસી જતા શહેરનાં માર્ગો પર નદીઓ વહેતી થઇ હતી. સારા વરસાદના પગલે ઉકળાટ વ્યાપ્યો હતો. ખેડૂતોમાં પણ વરસાદનાં કારણે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે વરસાદનાં પગલે ભાવનગર પાલિકા દ્વારા કરવામાં આવેલો તમામ વિકાસ ધોવાઇ ગયો હતો. બીજી તરફ બાબરાનાં ધરાઇ ગામે એક કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: જુનુ દેવુ ચુકવવા માટે મહિલાએ ઘરેણા ગીરવે મુક્યા, લૂંટનું તરકટ રચ્યું

ગઢડા અને બાબરામાં તોફાની વરસાદ
સમગ્ર સૌરાષ્ટ્રના વાતાવરણમાં આચે પલટો આવ્યો હતો. અડધા કલાક સુધી ભારે પવન સાથે વરાદ વરસ્યો હતો. ગઇકાલે આજે પણ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. 12 દિવસના વિરામ બાદ ગઢડાના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. ધોધમાર વરાદ વરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 


ગીરના જંગલમાંથી લાખોની સંખ્યામાં ઇયળો આવતા લોકો ત્રસ્ત, નીચે પગ મુકવો પણ શક્ય નથી

બાબરામાં બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.  સતત બીજા દિવસે મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બાબરાના ચમારડી, ચરખા, ઉંટવડ, વાવડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. લાઠીમાં પણ ત્રણ દિવસના વિરામ બાદ આજે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube