MEHMDAVAD Gujarat Election Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. ગુજરાતના ઈતિહાસની અત્યાર સુધીની આ સૌથી અલગ પ્રકારની ચૂંટણી બની રહેશે. કારણકે, અત્યાર સુધી ગુજરાતમાં વર્ષોથી ભાજપ-કોંગ્રેસ આ બન્ને મુખ્ય રાજકીય પક્ષો જ સામ-સામે લડતા દેખાતા હતાં. જોકે, આ વર્ષે તસવીર બદલાઈ ગઈ છે. અને હવે આમ આદમી પાર્ટી પિચ્ચરમાં આવતા ગુજરાતની તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. ત્યારે જોઈએ મતદારોએ કઈ તરફ પસંદગીનો કળશ ઢોળે છે. શું કોંગ્રેસના હાથને મળે છે મતદારોનો સાથ? દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં ચાલશે મફતની રેવડી અને ઝાડુનો જાદુ? કે પછી ફરી એકવાર ગુજરાતમાં ખિલશે કમળ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે પરિણામનો દિવસ છે. જાણો પરિવર્તન કે પુનરાવર્તન.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેમદાબાદ પરિણામઃ


મહેમદાવાદમાં ભાજપના ઉમેદવારના અર્જુનસિંહ ચોહાણની 45000 વોટ થી જીત


મહેમદાવાદ Gujarat Chunav Result 2022: મહેમદાવાદ વિધાનસભા બેઠક (ખેડા)
મહેમદાવાદ વિધાનસભા બેઠકમાં આગરવા, આજરોલી, અજુપુરા, અકલાયા, અમૃતપુરા, ઔરંગપુરા, બાધરપુરા, ભદ્રાસા, ભરથરી, ભાટવાસણા, બોરડી, ચંદાસર, ચેતરસુંબા, ચીતલાવ, ઢુંણાદરા, ઢુંડી, એકલવેલુ, ગધાવિના મુવાડા, ગોળજ, ગુમાડીયા, હરખોલ, જાખોડ, જલાનગર, જેસાપુરા, જોરાપુરા, કાલસર, ખડગોધરા સહિત ગામોનો સમાવેશ થાય છે. 


2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે અર્જુનસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે. તો કૉંગ્રેસે જુવાનસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ પ્રમોદ ચૌહાણને ટિકિટ આપી છે.
 
2017ની ચૂંટણી
મહેમદાવાદના ઈતિહાસની વાત કરીએ તો 2017માં ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણને 88,913 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર  ગૌતમ ચૌહાણને 67,995 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર ગૌતમ ચૌહાણ 20,918 મતોથી હાર્યા હતા. 


2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર ગૌતમ ચૌહાણને 68,767 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર સુંદરસિંહ ચૌહાણને 64,586 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર સુંદરસિંહ ચૌહાણ 4,181 મતોથી હાર્યા હતા.