મહારાષ્ટ્રના દુષ્કાળમાં કરાયુ હતું કરોડોનું કૌભાંડ, જાણો શું છે સાગરદાણ કેસ જેમાં વિપુલ ચૌધરીને સજા થઈ
Vipul Chaudhary : દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ઝટકો... સાગરદાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી સહિત તમામ 15 આરોપી દોષિત જાહેર... કોર્ટે તમામ આરોપીઓને 7 વર્ષની સજા સંભળાવી
DudhSagar Dairy તેજસ દવે/મહેસાણા : દૂધસાગર ડેરીના સાગર દાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી સામે મહેસાણા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં મોટા અપડેટ સામે આવ્યા છે. વિપુલ ચૌધરી સાગરદાણ કેસમાં દોષિત જાહેર થયા છે. આજે સાગરદાણ કૌભાંડ કેસનો ચુકાદો આવ્યો છે. જેમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓ દોષિત જાહેર થયાં છે. આ તમામને મહેસાણા કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે. વિપુલ ચૌધરી સહિત તમામ આરોપીઓને 7 વર્ષની સજા કરાઈ છે. તમામ 15 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઇ જવાશે. કેસની વિગત એવી છે કે, 2013 ના વર્ષમાં રૂ.22.50 કરોડનું મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલાવ્યું હતું. 2014 માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. ત્યારે કેસના તમામ 15 આરોપી કસૂરવાર સાબિત થયા છે.
શું છે સાગરદાણ કૌભાંડ
દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સહિત 22 લોકો આ કેસમાં આરોપી છે. 22 આરોપીઓ પૈકી 3ના મૃત્યુ થયા છે. કેસની વિગત એવી છે કે, 2013 ના વર્ષમાં રૂ.22.50 કરોડનું મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલાવ્યું હતું. 2014 માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. ત્યારે કેસના તમામ 15 આરોપી કસૂરવાર સાબિત થયા છે.
વિપુલ ચૌધરીને મોટો ઝટકો, સાગરદાણ કેસમાં 15 આરોપીઓને 7 વર્ષની સજા
ગુજરાત સરકારની ઈમજ ખાડે ગઈ : મુખ્યમંત્રીએ મંત્રીઓનો ક્લાસ લીધો, આપ્યો આ આદેશ
વિપુલ ચૌધરીને દોષી ઠેરવતાં રાજ્ય રજીસ્ટ્રારે સહકારી કાયદાની કલમ 76/બી (1)(2) મુજબ જાન્યુઆરી, 2015માં નોટિસ આપી હતી. ત્યાર બાદ ટ્રિબ્યુનલ કોર્ટે 29 જુલાઇ 2018એ વિપુલ ચૌધરીને 40 ટકા પ્રમાણે રૂ.9 કરોડ દૂધસાગર ડેરીમાં ઓક્ટોબર-2019 સુધીમાં જમા કરાવવા હુકમ કર્યો હતો.
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ACBએ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી. તમને જણાવી દઇએ કે, વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવીને રૂ. 800 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે. મહેસાણાની દૂધસાગર ડેરીમાં કરોડોમાં પ્રોત્સાહન બોનસ ચૂકવી તેની 80 ટકા રકમ પરત મેળવી જ્વેલરીમાં રોકાણ કરવાના તથા મહારાષ્ટ્રમાં વિનમૂલ્યે સાગરદાણ મોકલી મંડળીને 22 કરોડનું નુકસાન કરવા સહિતના કેસમાં સી.આઇ.ડી.એ છ વર્ષ બાદ વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી.
તોબા તોબા... ગેનીબેન ઠાકોરનો સગો ભાઇ જ દારૂ સાથે ઝડપાયો, દારૂ પીને બકવાસ કરતો હતો
બાપ-દાદાની જમીન બની કજિયાનું કારણ : સુરેન્દ્રનગરના ખૂની ખેલમાં બે સગા ભાઇની હત્યા