મહેસાણા: રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગરના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના રિમાન્ડ પુરા થતાં આજે તેમને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં વિપુલ ચૌધરીના વધુ રિમાન્ડની અરજી નામંજૂર કરાઈ છે. જેના કારણે ચૌધરી સમાજમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસીબી દ્વારા વિપુલ ચૌધરી અને તેમના સીએની ધરપકડ કરવામાં આવી હતી. એસીબી દ્વારા વિપુલ ચૌધરીના વધુ 6 દિવસના રિમાન્ડની માગણી કોર્ટમાં કરાઈ હતી, પરંતુ કોર્ટે  નામંજૂર કરી હતી. જેના કારણે કોર્ટે વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. આજે પણ કોર્ટ પરિસરની બહાર અર્બુદા સેનાના કાર્યકરોનો મોટી સંખ્યામાં જમાવડો થયો હતો. 


બીજી બાજુ કોર્ટમાં વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની સરકારી વકીલે કોર્ટમાં રજુઆત કરી હતી. હજુ આ કેસમાં કંપનીઓની તપાસ બાકી હોવાની રજુઆત પણ કરવામાં આવી હતી. પરંતુ વિપુલ ચૌધરીના રિમાન્ડ ના મંજૂર કરાતા અર્બુદા સેનાના કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી હતી. કોર્ટમાંથી બહાર આવતાં જ વિપુલ ચૌધરીએ બધાનું અભિવાદન કર્યું હતું. આ સમયે અર્બુદા સેનાના કાર્યકરોએ અર્બુદા માતાની જયના નારા પણ લગાવ્યા હતા. 


મહત્વનું છે કે, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 800 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે તેમના 7 દિવસના રીમાન્ડ પુર્ણ થતાં તેમણે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube