તેજસ દવે, મહેસાણા: મહેસાણા જિલ્લામાં આગામી 10 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારથી બપોર સુધી અડધો દિવસ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન માટે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો અને વેપારીઓ જોડાય અને બંધનું એલાન સફળ રહે માટે કોંગ્રેસ દ્વારા વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવનાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા ખાદ્ય પદાર્થ અને પેટ્રોલ ડીઝલ ના વધતા જતા ભાવના વિરોધમાં 10 સપ્ટેમ્બરના રોજ 4 કલાક માટે (અડધો દિવસ) બંધ રાખી વિરોધ કરવા માટે અપીલ કરવામાં આવી છે. 10 સપ્ટેમ્બર સવારે 8:00 થી 12:00 વાગ્યા સુધી અડધો દિવસ સરકારના વિરોધમાં મહેસાણા જિલ્લામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.


મહેસાણામાં વેપારીઓ તથા લોકો સ્વૈચ્છિક બંધમાં જોડાય તે માટે કોંગ્રેસ દ્વારા તેમની સાથે બેઠકનું આયોજન કરવામાં આવશે. તેમજ લોકો પણ સ્વૈચ્છિક બંધમાં જોડાય માટે અપીલ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube