તેજસ દવે/મહેસાણા: દૂધ સાગર ડેરી દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ 25 રૂપિયાનો વધારો કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને મળતા કિલોફેટ દીઠના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવેલો આ ભાવ વધારો કાલથી લાગુ કરી દેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણાની દૂધ સાગર ડેરી દ્વારા પશુપાલકોને દૂધનો કિલો ફેટદીઠ ભાવ 575 રૂપિયા આપવામાં આવ્યો હતો. જેમાં 25 રૂપિયાનો વધારો કરીને 600 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. દૂધસાગર ડેરી દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે જિલ્લામાં પશુપાલન પર ગુજરાન ચલાવતા લોકોને મોટા પ્રમાણમાં ફાયદો થશે. અને પશુપાલકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.


ગીરના સિંહોને મળશે ભાવનગરમાં પણ સારવાર, શરૂ થયું લાયન કેર સેન્ટર



સામાન્ય રીતે ઉનાળામાં ગાય અને ભેંસ જેવા દૂધ આપતા પશુઓની દૂધ આપવાની ક્ષમતા ઘટી જાય છે અને દૂધ સાગર ડેરી દ્વારા લેવામાં આવેલા ભાવ વધારાના નિર્ણયથી પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, અગાઉ ચરોતરની વિખ્યાત અમૂલ ડેરી દ્વારા પણ દૂધના કિલોફેટ દીઠ ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.