Mehsana News મહેસાણા : સુખી, સંપન્નતા ધરાવતા પાટીદારો હંમેશા કંઈક નવુ કરતા રહે છે. હવે ગુજરાતના પાટીદારો કંઈક મોટું કરવા જઈ રહ્યાં છે. ગુજરાતના ઈતિહાસમાં આવુ ક્યારેય નથી થયું, તેવુ થશે. ઉત્તર ગુજરાતના 42 લેઉવા પાટીદાર સમાજ દ્વારા આ મેગા આયોજન કરાયું . જેમાં સમાજના વડીલોને એશિયાની સૌથી મોટી તીર્થયાત્રા કરાવાશે. જે 1300 કિલોમીટર લાંબી હશે. આ તીર્થયાત્રામાં 4000 વડીલો યોજાશે. ખાસ વાત તો એ છે કે, સમગ્ર એશિયા ખંડમાં ક્યારેય આ પ્રકારની સામૂહિક તીર્થયાત્રા થઈ નથી. તેથી આ તીર્થયાત્રાને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર ગુજરાતના 53 ગામોમાં ફેલાયેલા 42 લેઉવા પાટીદાર સમાજના વડીલો તીર્થયાત્રા પર નીકળશે. 60 થી વધુ વર્ષના વડીલો માટે આ તીર્થયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં 4000 થી વધુ વડીલો જોડાશે. આ તમામ વડીલોને શંખલપુર ટોડા બહુચર માતા મંદિરથી દ્વારકા, સોમનાથ અને ખોડલધામની યાત્રા કરાવશે. જે પાટીદારોના મહત્વના ધાર્મિક સ્થાનો છે. 


અમદાવાદના વરસાદમાં રોજ પલળતા પહેલા ચેતજો : આ રોગ આજીવન ઘર કરશે, પાણીમાં છે ઝેર


28થી 30 જુલાઈ ત્રિદિવસીય તીર્થયાત્રાનું 42 લેઉવા પાટીદાર યુવા સંગઠન, પાટણ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાની મોટા ભાગની તૈયારીઓ થઈ ગઈ છે. આ તીર્થયાત્રા રેકોર્ડબ્રેક બની રહેશએ. 28 જુલાઈના રોજ પાટણ અને મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજના 53 અલગ અલગ ગામોમાંથી સાંજે 4.00 લકઝરી બસો ઉપડશે. આ માટે દ્વારકામાં ખાસ આયોજન કરાયું છે. જેમાં વડીલોનું સન્માન કરાશે. આ પ્રસંગે લોકડાયરો પણ યોજાશે. યાત્રામાં ઉમર પ્રમાણે કેટેગરી બનાવવામાં આવી છે. 


ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે મોટા સમાચાર, જુલાઈનો વરસાદ આ દિવસે લેશે બ્રેક


આ તીર્થયાત્રાની વિશેષતા


  • 1300 કિલોમીટર લાંબી એશિયાની સૌથી મોટી તીર્થયાત્રા

  • 4000 વડીલો જોડાશે

  • 115 લક્ઝરી બસમાં તીર્થયાત્રા નીકળશે

  • યાત્રામાં 108 વર્ષના 12 વડીલો પણ જોડાશે

  • 75 લાખથી વધુના ખર્ચે આ યાત્રા થશે

  • દરેક યાત્રિક પાસેથી માત્ર રૂ.200 ફાળો એકત્રિત કરાયો

  • દરેક લક્ઝરી બસમાં પાંચ સ્વયંસેવકો રહેશે

  • 15 ડોક્ટરોની ટીમ બે આઈસીયુ મેડિકલ એમ્બ્યુલન્સ પણ યાત્રામાં રહેશે

  • પ્રાથમિક સારવાર માટે મેડિકલ કિટ પણ સ્વયંસેવકોને આપવામાં આવશે

  • અશક્ત અને દિવ્યાંગ વડીલો માટે 300 વ્હીલચેરની પણ વ્યવસ્થા

  • યાત્રાની સાથે 15 મિકેનિકોની ટીમ( ગેરેજ) રહેશે

  • ભોજન માટે 150 માણસો સાથે રસોઈયાની બે ટીમો સાથે રહેશે

  • 15 માણસોની ટીમ યાત્રાની વીડિયોગ્રાફી ફોટોગ્રાફી કરશે

  • 75 વર્ષથી વધુ ઉંમરના વડીલોનું સન્માન કરાશે 

  • યાત્રામાં જોડાનાર તમામ યાત્રિકોને બ્લેન્કેટની ભેટ અપાશે

  • 115 બસમાં યુનિફોર્મથી સજજ વોકીટોકી સાથે 300 યુવકો અને 250 મહિલા સ્વયંસેવકો જોડાશે


કેનેડામાં સસ્તામા ભણવાના ઢગલાબંધ ઓપ્શન, ઓછી ફીમાં ભણવે છે સૌથી સસ્તી યુનિવર્સિટીઓ


આ તીર્થયાત્રા માટે ઈન્ટરનેશનલ ટુર જેવુ ભવ્ય આયોજન કરાયું છે. કચ્છ, સુરત અને અમદાવાદ 42 લેઉવા પાટીદાર સમાજના મંડળના યુવાનો અને બહેનો પણ સ્વયંસેવકની ભૂમિકામાં જોડાશે. યાત્રામાં વડીલોને કોઈ તકલીફ ન થાય તે માટે ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. જેમ કે, વડીલો માટે ડોક્ટરની ટીમ, સ્વંયસેવકોની ટીમ ખડેપગે રહેશે. સાથે જ દિવ્યાંગ અને અશક્ય વડીલો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ છે. સામૂહિક તીર્થયાત્રાથી સમાજના લોકો વધુ નજીક આવે તે રીતે આ આયોજન કરાયું છે. ગુજરાતમાં આ એક પ્રકારની સામૂહિક યાત્રાની મૂવમેન્ટ છે. 


કેનેડામા જઈને નોકરી માટે ફાંફાં મારવા કરતા આ શીખી લો, ડિમાન્ડ એટલી છે કે ડોલરના ઢગલા