તેજસ દવે/મહેસાણા :તમિલનાડુ ફરવા ગયેલા મહેસાણાના પ્રવાસીઓ સાથે મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી. ઊંઝાથી નીકળેલ પ્રવાસીઓની લકઝરી બસ ખીણમાં જતા બચી હતી. સદનસીબે ખીણમાં જતા પહેલા વચ્ચે ઝાડીઓ આવી જતા લકઝરી ખીણમાં જતા બચી ગઈ હતી. લકઝરીમાં સવાર તમામ લોકોનો બચાવ થયો હતો. 23 ઓગસ્ટના રોજ આ બનાવ બન્યો હતો. અકસ્માત ટળ્યા બાદ તમામ પ્રવાસીઓ રાબેતા મુજબ આગળના પ્રવાસે નીકળી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યુ એમ હતું કે, ઊંઝાથી 36 પ્રવાસી સાથેની બસ તમિલનાડુ જવા નીકળી હતી. જેમાં 36 પ્રવાસીઓ અને 5 રસોઈયાઓનો સ્ટાફ હતો. તામિલનાડુના ખોડાઈ કેનાલ નજીક લક્ઝરી બસ પહોંચી ત્યારે રોડની સાઇડમાં ખીણમાં બસ ઊતરી ગઈ હતી. કોડાઈ કેનાલ નજીક લક્ઝરી ઉભી હતી તેવા સમયે આ લકઝરી ધીરે ધીરે ખીણમાં ઉતરી હતી. જોકે, બસ ખીણમાં પડે તે પહેલા જ ઝાડીઓમાં અટકી પડી હતી. અકસ્માતમાં બસ ખીણ તરફ અડધી નમી ગઈ હતી. આમ, તમિલનાડુના ખોડાઈ કેનાલ નજીક લકઝરી ખીણમાં જતાં જતાં બચી ગઈ હતી. 


આ પણ વાંચો : જ્યારે 11 અક્ષરોએ બદલી દીધું PM મોદીનું જીવન... આજીવન એ શબ્દોનું કર્યું પાલન 


બસ અટકી જતા જ તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બસનો કાચ તોડીને તાત્કાલિક મુસાફરોને બસની બહાર લઈ આવવામાં આવ્યા. જોકે, મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચી હતી. પરંતુ તમામનો બચાવ થયો હતો.