મહેસાણા: મહેસાણામાં 9 વર્ષની દીકરીને સગા પિતાએ જ ડામ આપી માર માર્યાની હિચકારી ઘટના સામે આવી છે. રોટલી શેકવાના ચીપિયાથી ડામ આપી પિતાએ માર માર્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના જીતુ રબારી સામે બાળકીના મામાએ ફરિયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીતુ રબારીના છૂટાછેડા થતા બાળકી તેના મામાને ઘરે રહેતી હતી. પરંતુ સામાજિક સમજૂતી બાદ જીતુ રબારી દીકરીને અમદાવાદ લાવ્યો હતો. પરંતુ છેલ્લા 3 મહિનાથી જીતુ રબારી 9 વર્ષની દીકરીને રોટલી શેકવાના ચીપિયાથી ડામ આપી માર મારતો હતો. જેની જાણ થતા બાળકીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ મામાને ઘરે પરત લઈ જવામાં આવી છે. પરંતુ આ હેવાન પિતાની કરતૂત સામે બાળકીના મામાએ ફરિયાદ નોંધાવી છે અને જીતુ રબારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube