તેજસ દવે/મહેસાણા: મહેસાણા જિલ્લાના 202 ગામોમાં સ્ત્રી જન્મદર ઓછો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જિલ્લામાં ઓછો જન્મદર ધરાવનાર વિસ્તારના 10 હેલ્થ ઓફિસરો ને નોટિસ પણ ફટકારવામાં આવી છે. મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાલુકા 10 હેલ્થ ઓફિસરોને નોટિસ ફટકારાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન; 132 તાલુકામાં જળબંબાકાર, જાણો ક્યા કેટલો છે વરસાદ


પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લાના 202 ગામોમાં સ્ત્રી જન્મ દર ઓછો જણાયો છે. જેમાં 1000 પુરુષ જન્મ દર ની સામે 1000 સ્ત્રી જન્મ દર હોવો જોઈએ જેની સામે જિલ્લાના 202 ગામોમાં 1000 થી ઓછો સ્ત્રી જન્મ દર નોંધાયો છે. ઘણા ગામોમાં તો 1000 પુરુષ જન્મ દર સામે માત્ર 300 જેટલી સ્ત્રી જન્મ દર નોંધાયો છે. જેને પગલે છેલ્લા 2 વર્ષમાં આ ગામોમાં થયેલા ગર્ભપાત ની વિગતો માંગવામાં આવી છે.


ગુજરાત સહિત આ રાજ્યોમાં 28 જૂન સુધી વરસાદ તબાહી મચાવશે, IMDએ જાહેર કર્યું 'રેડ એલર્ટ 


3 દિવસમાં આ તમામ વિગતોનો ખુલાસો આપવા નોટિસ આંકવામાં આવી છે. જિલ્લામાં 202 ગામો પૈકી વડનગર તાલુકાના 12 ગામ, સતલાસણા તાલુકાના 23 ગામ, મહેસાણા તાલુકાના 23 ગામ, વિસનગર તાલુકાના 24 ગામ, વિસનગર તાલુકાના 17 ગામ, કડી તાલુકાના 25 ગામ, જોટાણા તાલુકાના 18 ગામ, બહુચરાજી તાલુકાના 22 ગામ, વિજાપુર તાલુકાના 24 ગામ અને ઊંઝા તાલુકાના 14 ગામોમાં સ્ત્રી જન્મ દર ઓછો નોંધાયેલો સામે આવ્યો છે. 


લવ જેહાદનો Live પર્દાફાશ: અરવલ્લીમાં સનસનીખેજ ઘટના, બ્રાહ્મણ પરિવારની બે દિકરી ભોગ..


સૌથી ઓછો સ્ત્રી જન્મદર ધરાવતાં ગામો


  • ઊંઝા : ભવાનીપુરા, જગન્નાથપુરા, નવાપુરા, કામલી

  • સતલાસણા : સેમોર, કેવડાસન, નવાવાસ, ગોઠડા, આંબલિયારા

  • મહેસાણા : ખરસદા, હરદેસણ, દેસાઈનગર

  • વિસનગર : બેચરપુરા, કમાલપુર, ગોઠવા, મોટા ચિત્રોડા, થલોટા

  • ખેરાલુ : ચાડા, ચાણસોલ, ડભોડા અને પાન્છા

  • કડી : કમાલપુરા, બબાજીપુરા, સેદરડી અને ટાંકિયા

  • જોટાણા : છાલેસરા, મોદીપુર, મરતોલી અને કસલપુરા

  • બહુચરાજી : ગણેશપુરા, કનોડા, સાપાવાડા અને રાંતેજ

  • વિજાપુર : ભાવસોર, મહાદેવપુરા, મલાવ અને રણાસણ

  • વડનગર : વાગડી, ઉણાદ, બાદરપુર અને છાબલિયા


સુરતમાં રખડતા શ્વાનનો આતંક; 3 વર્ષના બાળક પર કર્યો જીવલેણ હુમલો, આંખ,માથાના ભાગે ઈજા


ઉલ્લેખનીય છે કે, અગાઉ એટલે કે વર્ષ 2001 મહેસાણા જીલ્લામાં સ્ત્રી જન્મદર ચિંતાજનક સ્થિતિમાં હતો અને તેના કારણે સામાજિક અસમાનતા મોટા પ્રમાણમાં નોધાઇ હતી. આ સ્ત્રી-પુરુષનાં જન્મદરમાં 1000 પુરુષોની સામે સ્ત્રી જન્મદર ફક્ત 800 જેટલો નોધાયો હતો. આથી સ્ત્રી અને પુરુષનાં જન્મદરમાં 200નાં તફાવતથી  સામાજિક અસમાનતાએ સમાજ અને સરકારમાં ચિંતા ઉભી કરી હતી. જો કે છેલ્લા 15 વર્ષથી બેટી બચાવો અભિયાન અને લોકોમાં જાગૃતિ આવવાથી મહેસાણા જીલ્લાનાં સ્ત્રી જન્મદરમાં નોધપાત્ર વધારો નોધાયો છે.


અમદાવાદમાં રાત્રે ખેલાયો ખૂની ખેલઃનિકોલમાં ભરચક રોડ પર 65 વર્ષીય વૃદ્ધની કરપીણ હત્યા


મહેસાણા જીલ્લામાં વર્ષ 2001માં 1000 પુરુષો સામે સ્ત્રી જન્મદર ફક્ત 801 જેટલો નોધાયો હતો. આ સામાજિક અસમાનતા દુર કરવા રાજ્ય સરકાર અને સેવાભાવી સંસ્થાઓએ પ્રયાસો શરુ કર્યા હતા. સરકાર અને સેવાભાવી સંસ્થાઓના અથાગ પ્રયાસો અને લોક જાગૃતિનાં પરિણામ સ્વરૂપે વર્ષ 2011 એટલે કે એક દશકનાં અથાગ પ્રયાસોનાં અંતે આખરે સ્ત્રી જન્મદર વધી ને 842 નોધાયો હતો. 


પ્રેમિકાને પામવા 'રહીમ' માંથી 'રામ' બન્યો પ્રેમી! પ્રેમ ઈબાદત,અજબ પ્રેમની ગજબ કહાની


આમ વર્ષ 2011માં સ્ત્રી જન્મદર 1000 પુરુષે વધીને 842 થયો હતો. તેમ છતાં એક હજાર પુરુષોની સરખામણી  એ સ્ત્રી જન્મદર 158 જેટલો ઓછો નોધાયો હતો.


તમારી પાયલ...દીકરીનું ધ્યાન રાખજો, પતિના અફેરથી ત્રાસી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું