Mehsana: ઢોંગીં બગભગત બાબાએ સમાધિના નામે કોરોના કાળમાં નાગરિકોનાં જીવન સાથે કર્યા ચેડા
મહેસાણા (Mehsana) તાલુકાના છઠીયારડા (Chhathiyarda) ગામે રહેતા મહંત સપ્ત શુંલ (Mahant Sapt Sul) ઉર્ફે રાજુ ભાઈ (Rajubhai) જેમણે વર્ષ 2018 માં વાડજ (Vadaj) ખાતે સંતવાણી કાર્યક્રમમાં એક જાહેરાત કરી હતી. જેમાં 4 - 4- 2021 ના રોજ તેઓ તેમના આશ્રમ છઠીયારડા ખાતે રાત્રીના ભજનસંઘ્યા કાર્યક્રમમાં સમાધિ ( સહજ સુન સમાધિ ) લેશે. સમાધિ (Samadhi) માં સ્ટેજ ઉપર બેઠા-બેઠા દેહ ત્યાગ કરી દેવાનો દાવો કરવામાં આવ્યો છે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે અગાઉ આ જાહેરાત કરી હતી. જો કે આ તમામ દાવા પોકળ સાબિત થયા છે.
અમદાવાદ: મહેસાણા (Mehsana) તાલુકાના છઠીયારડા (Chhathiyarda) ગામે રહેતા મહંત સપ્ત શુંલ (Mahant Sapt Sul) ઉર્ફે રાજુ ભાઈ (Rajubhai) જેમણે વર્ષ 2018 માં વાડજ (Vadaj) ખાતે સંતવાણી કાર્યક્રમમાં એક જાહેરાત કરી હતી. જેમાં 4 - 4- 2021 ના રોજ તેઓ તેમના આશ્રમ છઠીયારડા ખાતે રાત્રીના ભજનસંઘ્યા કાર્યક્રમમાં સમાધિ ( સહજ સુન સમાધિ ) લેશે. સમાધિ (Samadhi) માં સ્ટેજ ઉપર બેઠા-બેઠા દેહ ત્યાગ કરી દેવાનો દાવો કરવામાં આવ્યો છે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે અગાઉ આ જાહેરાત કરી હતી. જો કે આ તમામ દાવા પોકળ સાબિત થયા છે.
સમગ્ર મુદ્દે બાબાએ ફેરવી તોળતા જણાવ્યું કે, મે કુદરતને મારી જાતને સમર્પણ કરવાની વાત કરી હતી. જો કે કુદરતે મારી સાથે અન્યાય કર્યો છે. તેણે કહ્યું કે, હું હવે ભક્તિ છોડવાની જાહેરાત કરુ છું. કુદરત દ્વારા મારી વિનંતી સ્વિકારવામાં આવી નથી. હું સમાધિ લેવા ઇચ્છું છું. જો તમે ઇચ્છતા હો તો મને ખાડો ખોદીને અહીંને અહીં દાટી દો. કાર્યક્રમ સ્થળથી સેંકડો લોકો એકત્ર થયા. કોરોના અંગે લોકોનાંજીવન જોખમમાં મુકવા અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, મે કોઇને બોલાવ્યા નથી. કોરોના કાળમાં ભાજપના નેતાઓએ રેલીઓ કરી તેના પર કોઇ કાર્યવાહી થઇ નહી મેચ જોવા માટે લોકો એકત્ર થતા તેમના પર કાર્યવાહી થઇ નહી. મારા પર કાર્યવાહી કરવાની વાત તમે કરો છો.
ટિકૈત છે કે બકૈત? ખેડૂતના ખભે બંદુક મુકી સરકારને બાનમાં લેવાનો પ્રયાસ નિષ્ફળ
અત્રે ઉલ્લેખનીય છે કે, બાબાની જાહેરાત બાદ મોટા પ્રમાણમાં અનુયાયીઓ તેમાં આશ્રમ ખાતે પહોંચી રહ્યા છે. તો સંતવાણીના કાર્યક્રમની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. તો તા . 4 -4 2021 સંતવાણી કાર્યક્રમ દરમ્યાન રાત્રીના 10 થી 11 દરમ્યાન સહજ સુન સમાધી લેવાની વાતને લઈ સમગ્ર પંથકમાં ઉત્સુકતા ઉભી થઇ હતી. આ ઉપરાંત સેવકોમાં પણ એક પ્રકારની દુઃખ ની લાગણી જોવા મળી રહી છે.
RAJKOT: શાળાઓ બંધ રહેતા બાળકોની મન:સ્થિતી કથળી, ખુબ જ તણાવમાં રહે છે
હાલમાં કાર્યક્રમ સ્થળે કાર્યક્રમ સ્થળે મોટા પ્રમાણમાં અનુયાયીઓની સંખ્યા હાજર છે. સમાધિ સથળે જિલ્લા પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એક તરફ સરકારની કોરોના ગાઈડલાઈન, બીજી તરફ પોલીસ મુક પ્રેક્ષક બની રહી હતી. સમાધિ સ્થળે મોટી સંખ્યામાં અનુયાયીઓ એકઠા થઇને સત્સંગ કરી રહ્યા છે. જ્યારે બાબા મૌન સમાધિના નામે હજી પણ ઢોંગ કરી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube