Mehsana News તેજસ દવે/મહેસાણા : લાભ પાંચમના દિવસે મહેસાણામાં મોટી દુર્ઘટના બની છે. મહેસાણાના બ્રાહ્મણવાડા ગામ ખાતે ફટાકડાને કારણે ફુગ્ગાઓમાં બ્લાસ્ટ થતા એકસાથે ૩૦ જેટલા લોકો દાઝ્યા છે. તમામને મહેસાણાની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાથમિક તપાસ અનુસાર, ઊંઝાના બ્રાહ્મણવાડા મુકામે આજે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે અંદાજિત બપોરે 12:30 કલાકે આ ધટના બની હતી. મહોત્સવ દરમિયાન બાળકો ફુગ્ગા લઈ રહ્યા હતા. ત્યાં પાસે જ કોઈએ ફટાકડા ફોડ્યા હતા. ફટાકડા ફૂટવાને કારણે ગેસના ફુગ્ગા ફાટ્યા હતા. ફુગ્લામાં રહેલા ગેસને કારણે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો મોટો હતો કે આસપાસ ઉભેલા 30 જેટલા લોકો દાઝી ગયા હતા. 


મહામુકાબલા પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટનનું અડાલજની વાવમાં ફોટોશૂટ, સામે આવ્યા સિક્રેટ PHOTOs


આ દુર્ઘટનમાં અંદાજિત 30 જેટલા લોકોનો દાઝી ગયા છે. બનાવ બનેલ તમામ લોકોને સ્થળ પર પ્રાથમિક સારવાર સ્થાનિક દવાખાને તેમજ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપવામાં આવી હતી. તેમજ વધુ સારવાર અર્થે દર્દીઓને જનરલ હોસ્પિટલ ઊંઝા ખાતે રિફર કરાયા હતા. જ્યાં કેટલાક દર્દીઓ ગંભીરી રીતે ઘવાયેલા હોવાથી તેમને વધુ સારવાર  આપી 25 જેટલા દર્દીઓને મહેસાણાની જુદી જુદી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે રિફર કરાયા કરાયા. હાલ મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં તમામની સારવાર ચાલી રહી છે. 


જો ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતશે તો દરેક પ્લેયરને એક-એક પ્લોટ આપશે આ ગુજરાતી