27 વર્ષથી એક પણ રજા નહિ, 27 વર્ષમાં એકપણ અકસ્માત નહિ.. આવા ગુજરાતી ડ્રાઈવરને મળશે સન્માન
President Award : રાષ્ટ્રપતિ કરશે ગુજરાતના એસટી ડ્રાઈવરનું સન્માન! 27 વર્ષમાં કોઈ અકસ્માત નહીં, કે નથી પાડી એક પણ રજા
Mehsana News તેજસ દવે/મહેસાણા : વાહન ચલાવવું તે પણ એક કળા છે. જો પદ્ધતિસર અને નિયમ બદ્ધ વાહન ચલાવવામાં આવે તો ઇંધણની બચતની સાથે સાથે અકસ્માત પણ નિવારી શકાય છે. મહેસાણાના ખેરાલુ એસ ટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવ ઉત્તમ ડ્રાઇવિંગનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. આ ડ્રાઇવરની ઉત્તમ ડ્રાઇવિંગ માટે રોડ સેફટી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. 27 વર્ષની ફરજમાં આ ડ્રાઇવરના હાથે એક પણ અકસ્માત નથી થયો. એટલું જ નહીં આ ડ્રાઇવરે સારા ડ્રાઇવિંગને કારણે ઇંધણ ની પણ બચત કરી છે.
વડનગરના વતની અને હાલ ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા પીરુભાઈ મીરની ગુજરાતમાંથી રોડ સેફટી એવોર્ડ માટે પસંદગી થઇ છે. તેમને આ એવાૅર્ડ આગામી 18 એપ્રિલે દિલ્હીમાં યોજાનારા ખાસ સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવશે. એસટી ડ્રાઈવર તરીકેની 27 વર્ષની ફરજ દરમિયાન એક પણ અકસ્માત વિના, ઓછા ડીઝલ વપરાશ સાથે ચાર ટેન્કર જેટલા ડીઝલની બચત કરી છે.પીરુભાઈએ અત્યાર સુધીની કારકિર્દીમાં એક પણ રજા લીધી નથી. તેમની સામે કોઈ ખાતાકીય તપાસ પણ નથી. તે સહિતની બાબતો ધ્યાને લઈ આ રાષ્ટ્રીય કક્ષાના એવાૅર્ડ માટે પસંદગી કરાઈ છે.
તલાટીની પરીક્ષામાં નવી અપટેડ : ઉમેદવારોની એક માંગ પર હસમુખ પટેલે કરી આ સ્પષ્ટતા
મૂળ વડનગરના અને હાલ સતલાસણાના વાવ ખાતે રહેતા પીરુભાઈ છોટુભાઈ મીર અંકલેશ્વર, અંબાજી અને હાલ ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની 27 વર્ષની નોકરી દરમિયાન ક્યારેય રજા લીધી નથી. પ્રામાણિકતા, મુસાફરોની સલામતી તેમજ સુમેળભર્યો વ્યવહાર, ઓવરટાઈમ, વફાદારીપૂર્વક નોકરી, કોઈ અકસ્માતનો બનાવ નહીં એ તેમની વિશેષતા રહી છે.આ કારણે પીરુભાઈ મીર ની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.પોતાની ફરજ ને સમર્પિત હોવાને કારણે પીરુભાઈ એ ઉત્તમ ડ્રાઇવિંગનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સુરતના બે યુવકો જિંદગી હાર્યા : પુત્રની છઠ્ઠીના પ્રસંગમા નાચતા યુવકનું મોત
વાહન જો યોગ્ય રીતે ચલાવવામાં આવે તો વાહન ની સાથે સાથે મુસાફરી કરનાર લોકો પણ સુખદ મુસાફરીનો અનુભવ કરી શકે છે.એસ ટી દ્વારા દાવો કરવામાં આવે છે કે એસ ટી ની મુસાફરી સૌથી સલામત મુસાફરી છે.ત્યારે પીરુભાઈ જેવા ડ્રાઇવર ને કારણે આ દાવા સાચા પડે છે.