તેજસ દવે/મહેસાણા: ગુજરાત રાજ્યમાં વિદેશ વાંચ્છુકોની ઘેલછાના કારણે કબૂતર બાજોનો રાફડો ફાટ્યો છે અને તેના કારણે અનેક વિદેશ વાંચ્છુકો એજન્ટોની છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં વસઈ-ડાભલા ગામમાં રહેતો મિતેષ પટેલ એજન્ટોનો ભોગ બન્યો છે. કેનેડા જવાની લ્હાયમાં મિતેષ પટેલ નામનો વિદેશ વાંચ્છુક અમદાવાદ સહિતના 4 એજન્ટોએ રૂપિયા 1.57 કરોડ ખંખેરી લીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિજાપુરના વસઈ-ડાભલાના મિતેષ પટેલને કેનેડાના વિઝા આપી કેનેડા મોકલી આપવાનું કહી મિતેષ પટેલને 3 માસ સુધી કલકત્તામાં ગોંધી રાખ્યો હતો અને તે દરમ્યાન રિવોલ્વરની અણીએ મિતેષ પટેલને પરીવાર જોડે વાત કરાવી અને કેનેડા પહોંચી ગયો હોવાનું કહી એજન્ટોએ દાગીના અને ડોલર પડાવી લીધા હતા. પરંતુ રૂપિયા 1.57 કરોડ એજન્ટો પડાવી લીધા બાદ પણ મિતેષ પટેલ કેનેડા પહોંચી શક્યો નહીં અને કબૂતરબાજીમાં એજન્ટોના હાથે છેતરાતા વસાઈ પોલીસ સ્ટેશનમાં 4 કબૂતરબાજ એજન્ટો સામે છેતરપિંડીની પોલીસ ફરીયાદ નોંધાતા વસાઈ પોલીસ સાથે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચએ તપાસ હાથ ધરી છે.


વિદેશમાં જવાની લાલચમાં એજન્ટો દ્વારા પરિવારજનોનું અપહરણ
ગાંધીનગર lcb એ કબૂતરબાજી નો એક મોટો રેકેટ નો પર્દાફાશ કર્યો હતો. વિદેશ મોકલવાની લાલચ આપી છેતરપિંડી કરી ગેરકાયદેસર ગોંધી રાખી બંદુકની અણીએ ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ગેંગે છેલ્લા ત્રણ મહિનાથી બંધી બનાવેલ..lcb એ નિર્દોષ લોકોને દિલ્હી તેમજ કોલકત્તા ખાતેથી તેમની ચંગુલમાંથી છોડાવી ગેંગનો પર્દાફાશ કર્યો હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube