મહેસાણા : ONGC લાઈનમાં એકાએક આગ લાગતા બોલેરો જીપ બળીને ખાખ થઈ, 3 દાઝ્યા
મહેસાણા (Mehsana) ના મીઠા નજીક ongc લાઈનમાં ગઈકાલે આગ (fire)ની ઘટના બની છે. ગત મોડી રાત્રે લાગેલી આગમાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. તો બીજી તરફ ઓએનજીસીની ટીમ પણ આગના સ્થળે પહોંચી હતી.
તેજશ દવે/મહેસાણા :મહેસાણા (Mehsana) ના મીઠા નજીક ongc લાઈનમાં ગઈકાલે આગ (fire)ની ઘટના બની છે. ગત મોડી રાત્રે લાગેલી આગમાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. તો બીજી તરફ ઓએનજીસીની ટીમ પણ આગના સ્થળે પહોંચી હતી.
અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને નતમસ્તક થઈ PM મોદીએ પુષ્પાંજલિ અર્પિત કરી, ZEE 24 કલાક પર જુઓ Live
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના મીઠા નજીક ઇન્દિરાનગર પાસે ખેતરની જમીનમાંથી ઓઇલ અને ગેસની લાઈન પસાર થાય છે. જેમાં ગઈકાલે રાત્રે અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ ગેસ લિકેજના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ગેસ લિકેજથી થયેલ બ્લાસ્ટમાં ખેતર નજીકથી પસાર થઈ રહેલ એક બોલેરો જીપ બળીને ખાખ થઈ ગઈ હતી. જેમાં સવાર ત્રણ વ્યક્તિઓ દાઝ્યા હતા. જેમાં બે કર્મચારીઓ અને એક સ્થાનિક વ્યક્તિ દાઝ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેઓ હાલમાં સારવાર હેઠળ છે. ગેસ લિકેજ લાઈનને રીપેર કરવાની કામગીરી ચાલુ કરી દેવાઈ હતી. જેના માટે આગળથી ગેસ પુરવઠો બંધ કરી દેવાયો હતો. જોકે, ગેસ લાઈનમાં સંગ્રહિત ગેસ મોડી રાત સુધી નીકળે જતા આગ ચાલુ રહી હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :