Mehsana News : મહેસાણાના 84 સમાજના પૂર્વ પ્રમુખ અને અર્બન બેંકના ડિરેક્ટર કિરીટ પટેલ આપઘાતનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે કિરીટ પટેલના આપઘાત અંગે મોટો ખુલાસા થઈ રહ્યાં છે. આ ઘટનાને દોઢ મહિનો વીત્યો છતાં મહેસાણા પોલીસે આરોપીઓની ધરપકડ કરી નથી. ત્યારે હવે આ ઘટનાના મહેસાણમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પાટીદાર આગેવાનની હત્યા પ્રકરણમાં પીડિત પરિવાર હાલ સરકાર પાસે ન્યાયની આશા રાખીને બેસ્યો છે. પાટીદાર ધારાસભ્યો-સાંસદો મોં સેવીને બેઠા છે. ત્યારે ન્યાય માટે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મેદાને આવ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત એવી સામે આવી છે કે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ અપાવવાની લાલચ આપીને મહેસાણાના પાટીદાર આગેવાન કિરીટ પટેલ પાસેથી અઢી કરોડ પડાવી લેવાયા હતા. આ માટે દિલ્હીમાં એક કેન્દ્રીય મંત્રી સાથે બેઠક કરાવાઈ હતી. વિધાનસભાની ટિકિટ આપવાનુ કહી બેઠક યોજી હતી. ત્યારે કેન્દ્રીય નેતાના નામે અઢી કરોડ આપીને છેતરાયેલા પાટીદાર નેતા કિરીટ પટેલે આપઘાત કર્યો છે. 


કરોડપતિ પરિવારમાં થયો વાસનાનો ખેલ : સાસુ-સસરાએ પુત્ર-પુત્રવધૂની અંગત પળો લાઈવ કરી


આ વાત સામે આવી હોવા છતા પોલીસ દ્વારા કોઈ ગંભીરતા લેવાઈ નથી. દોઢ મહિનો વિત્યા છતાં પોલીસે એકપણ આરોપીની ધરપકડ કરી નથી. આ મુદ્દે સાંસદના ઘરનો ઘેરાવો કરાશે. મહેસાણા બંધનું એલાન અપાશે. આ મુદ્દે મહેસાણા પંથકમાં પાટીદારો વચ્ચે બે ફાંટા પડ્યા હોય તેવો માહોલ સર્જાયો છે. 


કિરીટ પટેલે 18 પાનાની સ્યૂસાઈડ નોટ લખી હતી
કિરીટ પટેલ પાસેથી 18 પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં બેચરાજી વિધાનસભાની ટિકિટમાં ઠગાઈનો ભોગ બન્યાનો ઉલ્લેખ તેમાં કરાયો છે. સાથે જ 2.40 કરોડની ઠગાઈ થતા આપઘાત કર્યાનો ખુલાસો પણ તેમાં કરાયો છે. 5 શખ્સોની ટોળકીએ ઠગાઈ કરી હોવાનો ઉલ્લેખ સ્યૂસાઈડ નોટમાં કરાયો છે. આપઘાત પહેલા કિરીટ પટેલ દ્વારા એક સ્યૂસાઇડ નોટ લખવામાં આવી હતી. તેના આધારે 2 કરોડ 40 લાખની છેતરપીંડીના કારણે આપઘાત કર્યું હોવાનું બહાર આવ્યું છે. કિરીટભાઈના પરિવારના હાથમાં કંઈક એવા પુરાવા આવ્યા છે કે જેનાથી એનો રેલો છેક રાજ્ય સરકાર સુધી પહોંચે તેવો આક્ષેપ કિરીટભાઈના ભાઈ નરેન્દ્રભાઈએ કર્યો હતો. 


આફ્રિકામાં ગુજરાતી યુવકનું અપહરણ, જુનાગઢ પોલીસની મદદથી હેમખેમ પાછો આવ્યો દીકરો


કિરીટ પટેલને મળનાર કેન્દ્રીય મંત્રી કોણ 
અર્બન બેંકના ડિરેકટર કિરીટ પટેલનો આપઘાતનો મુદ્દો હવે નવો વળાંક લઈ રહ્યો છે. કિરીટ પટેલે લખેલ 18 પાનાની સ્યુસાઇડ નોટ સામે આવી છે. 18 પાનાની સ્યુસાઈડ નોટ મુદ્દે કિરીટ પટેલના ભાઈ નરેન્દ્ર પટેલે જણાવ્યું કે, આત્મહત્યાના દિવસે મળેલ નોટ ઉપરાંત બીજી નોટ મળી આવી છે. બેચરાજી વિધાનસભાની ટિકિટમાં ઠગાઇનો ભોગ બન્યા હોવાનો ઉલ્લેખ તેમાં કરાયો છે. કિરીટભાઈ 2.40 કરોડની ઠગાઈનો ભોગ બનતા આપઘાત કર્યો હતો. આરોપી 5 શખ્શોની ટોળકીએ ઠગાઈ કરી છે. વિધાનસસભાની ચૂંટણી પૂર્વે કિરીટ પટેલને કેન્દ્રીય મંત્રીને મળાવ્યા હોવાનો કિરીટ પટેલના ભાઈએ સ્યૂસાઈડ નોટ થકી દાવો કર્યો છે. સાથે જ આ મુલાકાતના ફોટો પણ ઉપલબ્ધ હોવાની વિગત છે. તેમજ દિલ્હી મુલાકાતોની તારીખ સહિત વિગતોનો નોટમાં ઉલ્લેખ કરાયો છે. 


ઓગસ્ટના આ દિવસોમાં પડેલા વરસાદનું પાણી સાચવી રાખજો, ગંગાજળ જેવું પવિત્ર હોય છે


વિધાનસભા ટિકિટની હતી લાલચ
નરેન્દ્રભાઈએ કહ્યું કે, કિરીટ પટેલને વિધાનસભાની ટિકિટ આપવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા હતા. આ પેટે કિરીટ પટેલે એડવાન્સ ચેક પણ લીધા હતા. ચેક પરત ફરતા કિરીટ પટેલે કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો હતો. આત્મહત્યાના 14 કલાક પૂર્વે જ કોર્ટમાં મુદત હતી. મુદતના દિવસે 5 પૈકી 3 આરોપીને કિરીટ પટેલ રૂબરૂ મળ્યા હતા. મુદત બાદ કિરીટ પટેલે ઘરે આવી આપઘાત કર્યો હતો. બહુચરાજી વિધાનસભાની ભાજપની ટિકિટ લેવા માટે પૈસા આપ્યા હતા. 


ગુજરાતીઓને દરેક વેકેશનમાં થાઈલેન્ડ જ કેમ જવું હોય છે? કારણ જાણીને હક્કા બક્કા રહી જશ