મહેસાણા : તોરણવાળી માતાનાં ચોકમાં ચહેરા પર નખના નિશાન જોઇને પોલીસને શંકા ગઇ હતી. જેથી તેને અટકાવ્યો હતો અને તેની પુછપરછ કરતા રવિવારે મહારાષ્ટ્રનાં પુસદ શહેરમાં ગર્ભવતી પત્નીની હત્યા કરીને ભાગ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મહેસાણા બી ડિવિઝન પોલીસે આ અંગે પોલીસને જાણ કરી હતી. મહેસાણા શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન એ ડિવિઝન પોલીસ દ્વારા તોરણવાળી માતાના ચોકમાં 27 વર્ષનાં યુવાનના ચહેરા પર નખ વાગ્યાનાં તાજા નિશાન તથા શંકાસ્પદ હિલચાલ જોઇને તેને અટકાવીને પુછપરછ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવમાં અનેક રસ્તાઓ વન વે, લાખો લોકોએ કર્યું 2020નું વેલકમ કર્યું
જેમાં શરૂઆતમાં યુવક દ્વારા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. યુવાનનું નામ અંસારખાન પઠાણ (રહે. મહારાષ્ટ્ર) હોવાનું અને રવિવારે તે ગર્ભવતી પત્નીની હત્યા કરીને ભાગ્યો હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછમાં પત્નીએ અન્ય સાથે આડા સંબંધોની આશંકા હતી અને તે મુદ્દે બોલાચાલી દરમિયાન બોથડ પદાર્થ મારીને હત્યા બાદ પોલીસથી બચવા માટે મહેસાણા આવ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે પુસદ પોલીસને સંપર્ક કરીને અંસારખાન ને સોંપવા માટેની કાર્યવાહી ચાલુ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube