Mehsana News તેજસ દવે/મહેસાણા : ચોરી કે લૂંટ જેવી ઘટના બને કે તરત પોલીસ ને ફોન કરો પછી પોલીસ આવે અને તપાસ કરે કે ચોર કે લૂંટારૂને પકડવા પોલીસ કામગીરી શરૂ કરે. ક્યાંક સીસીટીવી ફંફોસે કે ક્યાંક કોઈ શંકાસ્પદ લોકોના નિવેદન લે. પણ મહેસાણા પોલીસે તો આવી કોઈ ઘટના બને એ પહેલા જ લૂંટને અંજામ આપવા રેકી કરતા શખ્સને બંદૂક સાથે ઝડપી લીધો છે. એટલે કે લૂંટ પછી નહિ પણ લૂંટ પહેલા જ પોલીસે આરોપીને દબોચી લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે લૂંટ ધાડ કે ચોરીની ઘટના બનતા સૌને પોલીસની યાદ આવે. અને પોલીસ લૂંટ ધાડ કરનાર આરોપીને પકડી મુદ્દામાલ પરત અપાવે ત્યારે હાશકારો થાય. પરંતુ મહેસાણા પોલીસે તો સાવ ઉલ્ટી જ કામગીરી કરી છે. અને ઘટના બાદ પહોચતી પોલીસ આવું કહેતા લોકોના મોઢા બંધ કરી દીધા છે. મહેસાણા એલસીબીની ટીમે મહેસાણા શહેરમાં મોટા સોના ચાંદીના શો રૂમ લૂંટવા બિહારથી આવેલા ચોરને લૂંટ કરે એ પહેલા જ બંદૂક અને જીવતા કારતૂસ સાથે ધર દબોચી લીધો છે. 


પોતાના ફેવરિટ ક્રિકેટરને બળદગાડું ચલાવતા જોઈ ફેન્સ ચોંક્યા, Videoને મળી લાખો લાઈક્સ


જી હા, લૂંટારૂ હજુ તો લૂંટ કરવા રેકી કરતો હતો એ પહેલા જ લૂંટારૂને ઝડપી લઈ જેલ ભેગો કરી દીધો છે. મૂળ બિહારના મૂજફરપુરનો અને હાલમાં સુરતમાં રહેતો 24 વર્ષીય વિકાસકુમાર મનોજભગત અમીરભગત કુશવાહ મહેસાણામાં કોઈ મોટા સોના ચાંદીના શોરૂમની લૂંટ કરવાની ફિરાકમાં હતો. આ માટે તે જીવતા કારતૂસ લઈને ફરી રહ્યો હતો. મહેસાણામાં અલગ અલગ જગ્યાએ સોના ચાંદીના મોટા શો રૂમની રેકી પણ કરી હતી. આ શખ્સે અને મહેસાણાના એરોડ્રામ નજીકથી વિકાસ નામના આરોપીની ધરપકડ કરી હતી. એલસીબી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસની બાજ નજરમાં વિકાસ સ્કેન થતા જ તેની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. જેને તુરંત પકડી લઇ પૂછપરછ કરી તલાશી લેતા તેની બેગમાંથી એક બંદૂક અને 3 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. બેગમાંથી બંદૂક મળતા જ પોલીસની શંકા પાક્કી થઈ હતી અને કડક પૂછપરછમાં વિકાસે મહેસાણા શહેરમાં સોના ચાંદીના મોટા શો રૂમની લૂંટ માટે રેકી કરી રહ્યો હોવાનું કબૂલી લીધું હતું તેવું મહેસાણાના ડીવાયએસપી આરઆઈ દેસાઈએ જણાવ્યું. 


રામ મંદિર માટે આ બે ગુજરાતીઓએ આપ્યા સૌથી વધુ રૂપિયા, મળ્યું આમંત્રણ


લૂંટ પહેલા ઝડપાયેલા વિકાસની હિસ્ટ્રી જોઈએ તો, બિહારનો રહેવાસી વિકાસ બિહારના 3 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો છે. બિહારના લાલગંજ પોલીસ સ્ટેશન, અગમકુવા પોલીસ સ્ટેશન અને રામકૃષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં વિકાસ કુશવાહ વિરૂદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. અને બિહારથી સુરતમાં આવી ત્યાંથી મહેસાણા બંદૂક લઈને લૂંટ કરવા આવી પહોંચ્યો હતો. પરંતુ વિકાસ કુશવાહને ક્યા ખબર હતી કે મહેસાણા એલસીબી પોલીસની અનુભવી એક્સ-રે નજરમાં સ્કેન થતા જ પકડાઈ જશે અને તેનો લૂંટનો ઈરાદો પાર નહિ પડે.


મહેસાણા એલસીબી પોલીસે વિકાસ કુશવાહની ધરપકડ કરી બિહાર માં ત્રણ ગુનાઓ ઉપરાંત કયા ગુનાઓમાં સંડોવાયેલા છે અને કેટલા ગુનાઓ ને અંજામ આપ્યો છે તેની પણ તપાસ પોલીસ કરી રહી છે. ત્યારે હાલ માં તો મહેસાણા માં કોઈ મોટો સોના ચાંદી નો શો રૂમ બંદૂક ની અણી એ લૂંટાય એ પહેલા લૂંટારૂ શખ્શ ને ઝડપી લેતા મહેસાણામાં કોઈ મોટી લૂંટ ની ઘટના બને તે પહેલા જ તેને મહેસાણા એલસીબી પોલીસે અટકાવી દીધી છે.


આગામી બે દિવસમા મુસાફરી કરવી હોય તો વહેલા અમદાવાદ એરપોર્ટ પહોંચજો, નહિ તો ફ્લાઈટ જશે