મહેસાણા : જિલ્લાના બુડાસણ ગામના એક પરિવારને નંદાસણ પાસે અકસ્માત નડતા કારના ડ્રાઇવર સહિત બે લોકોના મોત નિપજ્યાં છે. બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઇને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બની હતી. બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઇને પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક સામેથી આવી રહેલી કારનું ટાયર ફાટતા પરિવારની ગાડી સાથે અથડાઇ હતી. જેમાં દીકરીની માતા અને કારના ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું. અકસ્માત સમયે કારમાં પાંચ લોકો બેઠેલા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GANDHINAGAR: ચૂંટણી નજીક આવતા જ ટોચના IAS અધિકારીઓની બદલીનો ગંઝીફો ચિપાયો


મહેસાણાના કડીના બુડાસણનો રહેતો ફતેહખાન બ્લોચ પોતાની દીકરી માટે વિસનગર પાસે આવેલા ભાલક ગામમાં સગપણ જોવા માટે ગયા હતા. જેમાં ફતેહખાનના એક સંબંધી બ્લોચ સાહેલ ખાન પોતાની ગાડી લઇને આવ્યા હતા. ગાડીમાં ફતેહખાન બ્લોચ, બે પત્ની સાબેરાબાનુ અને મેમુના બાનુ તેમજ ફરીદબાનુ કુલ પાંચ લોકો ગાડીમાં બેસીને સગપણ જોવા માટે ગયા હતા. બ્લોચ પરિવાર પોતાની દીકરી ફરીદાબાનુનું સગપણ જોવા વિસનગર પાસે આવેલા ભાલક મુકામે ગયા હતા. 


U.N મહેતા હોસ્પિટલ બંધ થવાની છે? સાયબર ક્રાઇમે આરોપીને ઝડપ્યો તો આશ્ચર્યથી આંખો પહોળી થઇ ગઇ


પરત ફરવા દરમિયાન ખેરપુર પાસે કડી બાજુથી આવી રહેલી એક અન્ય ગાડીનું ટાયર ફાટતા આ ગાડી ફંગોળાઇને બ્લોચ પરિવારની ગાડી સાથે ટકરાઇ હતી. આ અકસ્માતમાં સગપણ જોવા ગયેલી દિકરીની માતા અને ડ્રાઇવર બ્લોચ સાહેલનું ઘઠના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાકીના ત્રણ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને કડીની હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube