કેનેડાના દરિયામાં ફોટોશૂટ કરવા ગયેલા બે ગુજ્જુ ભાઈઓ ડૂબ્યા, એકનું મોત
Gujarati in canada : બંને યુવકો ફોટોશૂટ માટે કેનેડાના પોગીઝ કોવ લાઈટ હાઈસ ખાતે દરિયામાં ન્હાવા ગયા હતા. જે કેનેડાનો ફેમસ સેલ્ફી પોઈન્ટ છે. ત્યારે હર્ષિલ બારોટનો પગ લપસતા તે દરિયામાં ડૂબ્યો હતો. જેને બચાવવા ઝરીન દરિયામાં કૂદ્યો હતો
તેજસ દવે/મહેસાણા :કેનેડામાં વસતા ગુજરાતીઓ માટે શોકિંગ સમાચાર સામે આવ્યા છે. મહેસાણાના બે યુવાનો કેનેડાના દરિયામાં ડૂબ્યા હતા. પગ લપસતા એક ભાઈ દરિયામાં ડૂબ્યો હતો. તો ડૂબતા ભાઈને બચાવવા જતા બીજો ભાઈ પણ દરિયામાં કૂદ્યો હતો. જેમાં એક ભાઈનું મોત નિપજ્યુ છે.
એકને બચાવવા બીજો દરિયામાં કૂદ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મહેસાણાના બારોટ ભાઈઓ કેનેડામાં રહે છે. હર્ષિલ બારોટ અને ઝરીન બારોટ નામના બે યુવકો કેનેડામાં અભ્યાસ અર્થે રહે છે. બંને યુવકો ફોટોશૂટ માટે કેનેડાના પોગીઝ કોવ લાઈટ હાઈસ ખાતે દરિયામાં ન્હાવા ગયા હતા. જે કેનેડાનો ફેમસ સેલ્ફી પોઈન્ટ છે. ત્યારે હર્ષિલ બારોટનો પગ લપસતા તે દરિયામાં ડૂબ્યો હતો. જેને બચાવવા ઝરીન દરિયામાં કૂદ્યો હતો. ત્યારે બંને દરિયામાં ડૂબ્યા હતા. આ ઘટનામાં હર્ષિલ બારોટનું મોત નિપજ્યુ છે. તો ઝરીનને દરિયામાંથી બચાવી શકાયો હતો. જોકે, આ વિશે જાણી મહેસાણામાં રહેતા બારોટ પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. માતા-પિતા તાત્કાલિક કેનેડા જવા નીકળ્યા હતા.
આ પણ વાંચો : તાન્યા મર્ડર કેસનો ચુકાદો : આરોપી મિત પટેલને કોર્ટે દોષિત ઠેરવ્યો, પટેલ પરિવારે રચ્યુ હતું ષડયંત્ર
મૂળ મહેસાણાના સગા ભાઈઓ હર્ષિલ અને ઝરીન બારોટ ત્રણ વર્ષથી કેનેડામાં સ્થાયી થયા હતા. જેમાંથી ઝરીન મોટો અને હર્ષિલ નાનો ભાઈ છે. બંને ભાઈઓ પેગી કોવ ખાતે ફોટોશુટ માટે ગયા હતા. આ દરિયાઈ વિસ્તાર ખડકોથી ભરેલો છે. જ્યાં હર્ષિલ બારોટનો પગ લપસ્યો હતો. હર્ષિલનો પગ લપસતા જ તે દરિયામાં ગરકાવ થયો હતો, બીજી તરફ હર્ષિલને બચાવવા મોટો ભાઈ ઝરીન દરિયામાં કૂદ્યો હતો. જોકે, તે હર્ષિલને બચાવી શક્યો ન હતો. તેના પ્રયાસો નકામા રહ્યા હતા.
આ પણ વાંચો : હાર્દિકનો હુંકાર, કંઇ બેઠક પરથી ચુંટણી લડવી એ હજુ નક્કી નથી, પણ લડીશ ખરો
બાદમાં રેસ્ક્યૂ ટીમ દ્વારા બંને ભાઈઓની શોધખોળ કરાઈ હતી. કોસ્ટગાર્ડની ટીમે બંને યુવકોને શોધવા ભારે જહેમત કરી હતી. જેમાં ઝરીન બારોટ દરિયા કિનારેથી મળી આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે. મહેસાણામાં તેમનો પરિવાર જેલ રોડ પાસેની સોસાયટીમા રહે છે. હર્ષિલ અને ઝરીનના પિતા ગેસ એજન્સી ચલાવે છે. બંને દીકરા સાથે બનેલી હકીકત જાણીને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.
આ પણ વાંચો :
ખંભાતના રમખાણમાં મોટો ખુલાસો, જુલુસ પર પથ્થરમારો કરવા બહારથી લોકો બોલાવાયા હતા
બુલેટ ટ્રેનને લઈને મોટા અપડેટ, બસ આ વર્ષથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થઈ જશે