Mehsana News તેજસ દવે/મહેસાણા : કચરિયું એ શિયાળાનું મિષ્ટાન માનવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતાં જ કચરિયું બજારમાં પોતાનું આગવું સ્થાન મેળવી લે છે. શિયાળામાં કચરિયુ ખાવાના અનેક લાભો પણ છે. ત્યારે આવો આપણે ઉત્તર ગુજરાતમાં નામના મેળવી ચૂકેલા ઊંઝાના કચરિયાની વાત કરીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિયાળાની શરૂઆત થતા જ કચરિયાની ડિમાન્ડ વધી જાય છે. શિયાળામાં કચરિયું સ્વાસ્થ્ય માટે એનર્જી બુસ્ટર ગણાય છે. એશિયાના નમ્બર વન ઊંઝા માર્કેટ યાર્ડ મસાલા માર્કેટ હોવાથી તલની આવક વધુ થાય છે. ઊંઝાના કચરિયાની ગુજરાતના ખૂણે ખૂણે ડિમાન્ડ છે. ઊંઝા બજારમાં શિયાળાની શરુઆત થતા જ કચરિયાની અનેક દુકાનો શરૂ થઈ જાય છે. ખાસ કરીને ગરમ મસાલાવાળું કચરિયું સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. 


  • સાદું કચરિયું 220 રૂપિયા

  • મસાલા કચરિયું 240 રૂપિયા 


મહેસાણા જિલ્લાના ઊંઝાએ વિશ્વના સૌથી મોટા Apmc ના કારણે ખુબજ નામના પ્રાપ્ત કરી છે. અહીં જીરું, વરિયાળી તેમજ તલનું યોગ્ય મુલ મળતું હોવાથી મોટી આવક થાય છે. અહીં apmc ના કારણે મુખવાસનું પણ મોટું માર્કેટ બન્યું છે. તો વળી ઊંચી ગુણવત્તાવાળા તલની આવક પણ વધુ થતી હોવાથી શિયાળામાં કચરિયાનો બિઝનેસ પણ ફુલ્યો ફાલ્યો છે. જેવી શિયાળાની શરૂઆત થઈ નથી કે કચરિયાની અનેક દુકાનો શરું થઈ જાય છે. અને ઊંઝાના કચરિયાની ગુણવત્તાને કારણે ખુબજ ડિમાન્ડ રહી છે. અહીંનું કચરિયું અન્ય દેશોમાં તેમજ ઉત્તર ગુજરાત સહિત વડોદરા અને સુરત, નવસારી અને ગુજરાતના ખુણેખૂણે સુધી ફેમસ છે. અહીંનું કચરિયું. ઊંઝા માર્કેટયાર્ડમાં જ તલની સારી એવી અને યોગ્ય ગુણવત્તાવાળા તલની આવક થતા સારી ક્વોલિટીનું કચરિયું લોકોના સ્વાદ મુજબનું સ્વાદિષ્ટ મળી રહે છે. 


ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના અન્ય ખૂણા સુધી ઊંઝાનું કચરિયું પહોંચી એક અલગ આગવી નામના મેળવી છે. ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ઊંઝાનું કચરિયું મેળવી અનેરા સ્વાદનો ચસ્કો મેળવી રહ્યાં છે. શિયાળાનું રસાણું પણ કચરિયાને કહેવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેમાં કાજુ દ્રાક્ષ તેમજ સૂંઠ જેવા મરી મસલાનું મિશ્રણ કરવામાં આવે છે. તેને જોઈને જ મોમાં પાણી આવી જાય છે. હાલમાં કચરિયું એક એનર્જી બુસ્ટર સાબિત થઈ શકે છે. આ કચરિયું બનાવવા ગોળ અને તલની યોગ્ય માત્રામાં એકત્રિત કરી તૈયાર કરવામાં આવે છે અને પછી તેમાં ડ્રાયફ્રુટ તેમજ ગરમ તેજાના ઉમેરવામાં આવે છે. 


શિયાળામાં કચરિયું આરોગવાથી શિયાળામાં કફ પિત્તના પ્રોબ્લેમ સાથે એનર્જીમાં વધારો કરે છે. આથીજ તેંની માંગ પણ વધી છે અને ઊંઝાના કચરિયા એ ગુજરાતના ખૂણે ખૂણે આગવી ઓળખ પણ ઉભી થઇ છે. જેથી મહેસાણા જિલ્લા બહાર તેને એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે.