Mehsana News મહેસાણા : મહેસાણાના ઊંઝા ધારાસભ્યનો મેસેજ ચર્ચાસ્પદ બન્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલે વડનગર ભાજપ ગ્રુપમાં કરેલો મેસેજ ચર્ચાનું કારણ બન્યો છે. ‘સાચા વ્યક્તિઓ એકલા પડી નથી જતા તેમને એકલા પાડવામાં આવે છે, જેથી જુઠ્ઠા માણસો પોતાનું ધાર્યું કામ પર પાડવામાં સફળ રહે’ આવો મેસેજ તેમણે ગ્રૂપમા કરતા ચર્ચા વહેતી થઈ છે. આ મેસેજ અનેક સંકેત આપે છે. શુ કિરીટ પટેલ સંગઠનથી નારાજ કે પછી અન્ય કોઈ કારણ છે. વડનગર શહેર ભાજપ સંગઠન નામના વોટ્સપ ગ્રુપમાં ધારાસભ્ય દ્વારા આ મેસેજ કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ભાજપમાં આંતરિક ડખા વધી રહ્યા છે. આ આંતરિક ડખા હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ક્યાંક દાદાગીરી તો ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હવે મહેસાણામાં ઊંઝાના ધારાસભ્યનો એક મેસેજ ટોકિંગ પોઈન્ટ બન્યો છે. ઊંઝા વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલે વડનગર ભાજપના એક ગ્રુપમાં એવો મેસોજ કર્યો કે, અનેક સવાલો ઊભા થયા છે. 


વલસાડમા મહિલાને ચાલુ ડિલીવરીમાં આવ્યો હાર્ટએટેક, બાળકને જન્મ આપ્યા બાદ હાર્ટ બંધ થયુ


શું મેસેજ કર્યો
ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ વડનગર ભાજપના વૉટ્સએપ ગ્રુપ મેસેજ કર્યો હતો કે, " સાચા વ્યક્તિઓ એકલા પડી નથી જતા તેમને એકલા પાડવામાં આવે છે, જેથી જુઠ્ઠા માણસો પોતાનું ધાર્યું કામ પર પાડવામાં સફળ રહે." 


આવુ કિરીટ પટેલે કેમ કહ્યું અને કયા સંદર્ભે કહ્યુ તે અંગે વાતો વહેતી થઈ છે. આખરે કિરીટ પટેલને કોના માટે નારાજગી છે. કિરીટ પટેલનો આ મેસેજ કઈ બાબત પર ગર્ભિત ઈશારો કરી રહ્યો છે તે સમય આવ્યે જ ખબર પડશે. 


અંધશ્રદ્ધામાં ભાઈ-બહેને સગી નાની બહેનની હત્યા કરી : ઓરડીમાં મૃતદેહ પાસે ધૂણતા રહ્યા