તેજસ દવે, મહેસાણાઃ કોરોનાની બીજી લહેર ગુજરાત સહિત સમગ્ર ભારત માટે ઘાતક સાબિત થઈ છે. બીજી લહેરમાં આ કાળમુખો કોરોના અનેક લોકોને ભરખી ગયો. કોરોનાને કારણે કોઈએ ઘરના મોભી તો કોઈએ પોતાના જવાન જોત દિકરાને ગુમાવ્યો. આ તમામ પરિસ્થિતિની વચ્ચે આ કાળમુખો કોરોના કેટલાંક માસુમ બાળકોને અનાથ કરી ગયો. એવા બાળકોની વ્હારે સરકાર આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોની જવાબદારી ઉપાડી લીધી છે. ત્યારે આ સ્થિતિમાં મહેસાણાની શિક્ષણ સંસ્થાએ પણ માનવતા મહેકાવવાનું કામ કર્યું છે. સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનાર બાળકો માટે મફત શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 


એક તરફ તો આ મહામારી માં ખાનગી શાળાઓ ધ્વારા ફી મામલે વાલીઓ સાથે ઘમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે મહેસાણા ની સાર્વજનિક કેળવણી મંડળ ઘ્વારા કોરોના માં માતા પિતા ગુમાવનાર બાળકો ના શિક્ષણ ની ચિંતા કરવામાં આવી છે. આ સંસ્થાએ આવા કપરાં કાળમાં બાળકોને વિના મૂલ્યે શિક્ષણ આપવાની જાહેરાત કરીને એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.


મહેસાણા ની સાર્વજનિક કેળવણી મંડળમાં  કોરોના માં માતા પિતા ગુમાવનાર બાળકો ધોરણ 1 થી 12 સુધી આવા બાળકો  સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે અભ્યાસ કરી શકશે. અને આવા બાળકો ધોરણ 1 થી 12 ની તમામ ફી સંસ્થા માફ કરી ને એક સરાહનીય પહેલ કરવામાં આવી છે.


કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા આવા બાળકો ની ફી  કેળવણી કાર સ્વ જેઠાભાઇ ચૌધરી ની યાદમાં કાર્યરત ટ્રસ્ટ માંથી ચૂકવવા માં આવશે એવું શાળા ના સહમંત્રી મિલનભાઈ ચૌધરી એ જણાવ્યું હતું. સાર્વજનિક કેળવણી મંડળની વાત કરીએ તો આ મંડળ માં 20,000 કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અને સાર્વજનિક કેળવણી મંડળ એ કરેલી પહેલ સમાજ માં આગવું ઉદાહરણ પૂરું પાડી જાણ્યું છે. અન્ય શૈક્ષણિક સંસ્થાનોએ પણ આ સંસ્થા પાસેથી કોઈ શીખ લેવાની જરૂર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube