Gujarati In Canada : કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે નદી પાર કરીને ઘૂસણખોરી કરનારા 8 લોકોના મોતના સમાચાર ગઈકાલે સામે આવ્યા હતા. કાદવમાંથી 8 લોકોના મૃતદેહ મળ્યો હતા. ત્યારે તેમાંથી ચાર ગુજરાતીઓ હોવાનું ખૂલ્યું છે. મહેસાણાના વિજાપુરના ડાભલા માણેકપુર ગામના ચાર ગુજરાતીઓ અમેરિકા જતા મોતને ભેટ્યા છે. અમેરિકા જવાની લાલચે કુલ 8 યુવાનોના બોર્ડર પાર કરતા સમયે કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે, જેમા ચાર ગુજરાતીઓ સામેલ હતા.. આ તમામ લોકો કેનેડાથી ગેરકાયદેસર રીતે નાની હોડીમાં સવાર થઈને અમેરિકા જઈ રહ્યા હતા. પરંતું વાતાવરણ ખરાબ હોવાથી હોડી ડૂબી ગઈ હતી, બાદમાં કાદવમાં તમામ લોકોના મૃતદેહો મળી આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના મોહમાં મોતના રસ્તે જતા પરિવારોની સંખ્યા વધી રહી છે. ફરી એકવાર ગુજરાતીઓની અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી સામે આવી છે. ગેરકાયદે ઘૂસણખોરીમાં એક પરિવારે જીવ ગુમાવ્યો છે. કેનેડાથી USમાં ગેરકાયદે ઘૂસતા સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી હતી. ખરાબ હવામાનના કારણે બોટ પલટી થતાં 8 લોકોના મોત થયા છે. 4 ભારતીય સહિત કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં મહેસાણાના વીજાપુરમાં વસવાટ કરતું દંપતી પણ હતું. 


ફરી ડિંગુચા જેવી ઘટના : અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા 4 ગુજરાતીઓના મોત


ગુજરાતીઓની વિદેશ જવાની જીદ જીવલેણ સાબિત થઈ રહી છે. અમેરિકા-કેનેડાની બોર્ડર પર 4 ગુજરાતીઓના મૃત્યુ થયા છે. મહેસાણા જિલ્લાના 4 લોકોને વિદેશ જવાની જીદ મૃત્યુ તરફ લઈ ગઈ. વિજાપુરના ડાભલા માણેકપુર ગામના 4 લોકો મોતને ભેટ્યા છે. મૃતકોમાં વીજાપુરના પતિ-પત્ની અને બે બાળકો હતા. 


માણેકપુરામાં શોકનો માહોલ 
વિજાપુર તાલુકા ડાભલાના માણેકપુરા ગામના ચાર લોકોનો નાનકડો ચૌધરી પરિવાર એમેરિકા જવા નીકળ્યો હતો. ચૌધરી પરિવારના ચાર સભ્યો બે મહિના પહેલાં કેનેડા પહોંચ્યા હતા. જ્યાંથી ગેરકાયદેસર અમેરિકામા ઘુસણખોરી કરતાં હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઇ (પતિ), પત્નિ દક્ષાબેન પ્રવીણભાઈ ચૌધરી, પુત્ર મિત કુમાર પ્રવીણભાઇ ચૌધરી અને પુત્રી વિધીબેન પ્રવીણભાઈ ચૌધરી કેનેડા ગયા હતા. જેમાં પિતા પુત્ર અને પુત્રીનુ મોત થયા હોવાનું જાણવામળ્યું છે. તો પત્ની હજુ લાપતા છે. આ ઘટનાને પગલે માણેકપુરા ગામમાં શોકનો માહોલ છવાયો. 


આવતીકાલે રાહુલ ગાંધી આખી લિગલ ટીમ સાથે સુરત આવશે, જાણો શું છે મામલો


  • ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઇ (પતિ), ઉંમર 50 વર્ષ

  • દક્ષાબેન પ્રવીણભાઈ ચૌધરી (પત્ની), ઉંમર 45 વર્ષ

  • મિત કુમાર પ્રવીણભાઇ ચૌધરી (પુત્ર), ઉમર 23 વર્ષ

  • વિધીબેન પ્રવીણભાઈ ચૌધરી (પુત્રી), ઉમર 20 વર્ષ


મહેસાણાનો ચૌધરી પરિવાર હતો 
અમેરિકાની એક્વેસ્ને મોહોકના પોલીસ વડાએ જણાવ્યું કે એક પરિવાર ભારતીય અને એક પરિવાર રોમાનિયન મૂળનો છે. તમામ કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તો કેનેડા પોલીસે જે નામ જાહેર કર્યા છે તે મૃતકોમાં પ્રવીણભાઈ ચૌધરી (ઉં.50), તેમનો પુત્ર મીત ચૌધરી (ઉં.20) અને પુત્રી વિધિ ચૌધરી (ઉં.24) નો સમાવેશ થાય છે.


તારી આંખો શ્રીદેવી જેવી છે, મહિલા કર્મીને આવું કહેનાર અધિકારીને સરકારે તગેડી મૂક્યા


ખરાબ હવામાનના કારણે બોટ પલટી
એવી હકીકત સામે આવી કે, કુલ આઠ લોકો કેનેડાથી ગેરકાયદે અમેરિકા જઈ રહ્યા હતા. એવામાં બુધવારે રાતે હવામાન પલટાયુ હતું. ભારે પવન અને વાવાઝોડું આવ્યુ હતું. જેને કારણે બોટ નદીમાં પલટી ગઈ હતી. પોલીસને કોલ મળતા જ ત્યાં પહોંચી હતી. જેથી પાણીમાં ડૂબતા લોકોની ચીસો સંભળાઈ હતી. હાલ સમગ્ર વિસ્તારમાં હેલિકોપ્ટરથી સર્ચ ઓપરેશન ચાલુ છે. તો જેની બોટ છે તે વ્યકિત પણ ગુમ છે. આઠ લોકોમાં બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા તેમની પાસે કેનેડાના પાસપોર્ટ હતા. 8 લોકોમાં બે પરિવાર હોવાનું દેખાય છે.