તેજશ દવે/મહેસાણા :વિદેશોમાં વસતા ગુજરાતીઓ અનેકવાર લૂંટારુઓના ટાર્ગેટ બનતા હોય છે. તો આવી ઘટનાઓમાં કેટલાક ગુજરાતીઓ મોતને પણ ભેટ્યા છે. જેમાં સૌથી વધુ કિસ્સાઓ અમેરિકા (America) માં વસતા ગુજરાતીઓ સાથે બને છે. અમેરિકામાં વધુ એક ગુજરાતી શખ્સની હત્યા કરવામાં આવી છે. મહેસાણા (Mehsana) જિલ્લાના ભટાસણ ગામના યુવકની અમેરિકામાં હત્યા થઈ છે. અમેરિકાની મેકન સિટીમાં મિત્રને સ્ટોરમાં મળવા ગયેલા 48 વર્ષીય નવનીત પટેલનો ભેટો લૂંટારુઓ સાથે થયો હતો. લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસેલા લૂંટારુઓએ નવનીત પટેલ પર ધડાધડ ગોળીઓ ચલાવી હતી. આ ઘટનામાં નવનીત પટેલે પોતાનો જીવ ગુમાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : પતિએ આવીને જોયું તો પત્નીની લાશ લોહીથી ખદબદતી હતી અને દીકરી રૂમમાં બંધ હાલતમાં હતી


ગત મહિને મહેસાણાના બે યુવકોની હત્યા
ઉલ્લેખનીય છે કે, ગત નવેમ્બર મહિનામાં જ મહેસાણાના બે યુવકોની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લાના બે યુવકો ચિરાગ પટેલ તથા કિરણ પટેલ છેલ્લાં અમેરિકાના ડેન્માર્કના સાઉથ કેરોલીનાના પેટ્રોલપંપ પર આવેલ એક સ્ટોરમાં નોકરી કરતા હતા. ત્યારે ચાર અશ્વેત યુવક ત્યાં પહોંચ્યા હતા. ચારેયે પહેલા તો ચિરાગ અને કિરણ સાથે પૈસા મામલે ઝઘડો શરૂ કર્યો હતો, અને બાદમાં ઝપાઝપી અને છુટ્ટા હાથની મારામારી થઈ હતી. જેના બાદ હુમલાખોરોએ બંદૂક કાઢીને ચિરાગ અને કિરણ પર ધડાધડ ગોળીઓ છોડી હતી. આ ઘટનામાં બંને ગુજરાતી યુવકોના કરુણ મોત નિપજ્યા હતા.બંનેને ચિરાગ અને કિરણ સાથે રકઝક થઈ હતી, બંને ગુજરાતી યુવકોએ લૂંટારુઓને પડકારતા તેઓએ ગોળી ચલાવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સમગ્ર ગુજરાતના સમાચાર જુઓ એક ક્લિક પર...