ચેતન પટેલ/સુરત: દિનપ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ વધતો જતો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ આવા વ્યાજખોરો પર સંકજો કસવામાં નિસફળ રહી છે. ત્યારે વધુ એક યુવાને વ્યાજખોરના આતંક અને ત્રાસના કારણે આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં આપઘાત પહેલા હીરા દલાલે 3 વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ આ પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિ-પત્ની વચ્ચે સમાધાનનાં નામે પાખંડી પ્રશાંતે પડાવ્યા હતા લાખો રૂપિયા


સુરતના કાપોદ્રા વિસ્તારમાં આબેલી ધર્મસાગર સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર કાટ્રોડિયા હીરા દલાલીનું કામકાજ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતા હતા. એક વર્ષ પહેલાં જીતેન્દ્ર ભાઈને ધંધામાં મંદી હોવાને કારણે તેમના જ સંબંધી વિજય કાટ્રોડિયા, રાજુ કાટ્રોડિયા તથા ભરત પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. શરૂઆતના સમયે મૃતક જીતેન્દ્ર ભાઈએ સમયસર પેમેનન્ટનું ચુકવણું કર્યું હતું. જો કે બાદમાં વ્યાજખોરો દ્વારા પોતે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. શરૂઆતમાં જીતેન્દ્ર પાસે કોરા ચેકમાં સહી કરવી લીધી હતી.


મહિસાગર જિલ્લામાં 'ટાઇગર જિંદા હૈ' Zee 24 kalak એ ફરી એકવાર તંત્રને ઢંઢોળ્યું


જો કે બાદમાં ત્રણેય દ્વારા માનસિક હેરાનગતી કરવામાં આવતી હતી. વારંવારની હેરાનગતિથી કંટાળી મૃતકે પોતાનું વેસુ ખાતે આવેલું મકાન પણ ત્રણેયના નામે લખી દીધું હતું. મકાન લીધા બાદ પણ હેરાનગતિ શરૂ રાખતા આખરે કંટાળેલા જીતેન્દ્રભાઈએ પોતાના જ ઘરમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા જીતેન્દ્રએ ત્રણેય વ્યાજખોરોના નામની સુસાઇટ નોટ લખી હતી. ઘટના બાદ પરિવારજનો દ્વારા જીતેન્દ્રને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. જ્યાં સારવાર દરમિયાન જીતેન્દ્રનું મોત નીપજ્યું હતું. મોત બાદ કાપોદ્રા પોલીસે પત્ની કવિતા ના નિવેદન ના આધારે ત્રણેય વ્યાજખોરો સામે 306, 386, 504, 506 અને 114 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube