વેપારીઓ ઓનલાઇન ખરીદે છે ડાયમંડ, સોશિયલ મીડિયા મારફતે મોકલે છે હીરા
રફ ડાયમંડ (Rough Diamond) ની ખરીદી કરવા માટે સુરતના વેપારીઓ રશિયા, બેલ્જીયમ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા જઈને ડીલ કરતા હતા.
ચેતન પટેલ, સુરત: કોરોના (Coronavirus) ના કારણે વર્ષોથી ચાલતા આવતા હીરા ઉદ્યોગે (Diamond Industry) પોતાના વેપારની પેટર્ન બદલી નાંખી છે. લાખો કરોડો રૂપિયાના રફ ડાયમંડ (Rough Diamond) ની ખરીદી હવે સુરતના વેપારીઓ ઓનલાઇન કરી રહ્યા છે. સુરતના હીરાના વેપારીઓ સોશિયલ મીડિયા (Social Media) ના માધ્યમથી લાખો કરોડો રૂપિયાની ડીલ કરી રહ્યા છે. વૉટ્સએપ પર ફોટો અને વીડિયો જોયા બાદ સુરતના વેપારીઓ વિદેશથી રફ ડાયમંડ (Rough Diamond) ખરીદી રહ્યા છે.
વિદેશો સુધી જવાની રાહ જોવી પડતી નથી
કોરોનાકાળ (Coronavirus) માં ઇન્ટરનેશનલ ફ્લાઇટની અવરજવર નહિવત છે. પરંતુ, તેની અસર વેપાર પર ન થાય આ માટે સુરતના વેપારીઓ અને અન્ય દેશોથી રફ ડાયમંડ (Rough Diamond) માટે ઓનલાઇન ટ્રેડિંગ (Online Trading) કરી રહ્યા છે. સુરતના હીરાના વેપારીઓને રફ ડાયમંડ ખરીદવા માટે રશિયા, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા કે આફ્રિકા સુધી જવાની રાહ જોવી પડતી નથી. આથી, ઓનલાઇન ટ્રેડિંગ શરૂ કરી દીધું છે. આ જ કારણ છે કે તેઓ યુરોપિયન દેશોમાં અચાનક જ જે રીતે પોલીશ ડાયમંડની ડિમાન્ડ વધી છે તેને પૂર્ણ કરી રહ્યા છે.
Chief Minister વિજય રૂપાણીનું મોટું નિવેદન, મંત્રીમંડળનું વિસ્તરણ નહી થાય
ઓનલાઈન ખરીદી પર વધારાનો 2 ટકા ટેક્સ
રફ ડાયમંડ (Rough Diamond) ની ખરીદી કરવા માટે સુરતના વેપારીઓ રશિયા, બેલ્જીયમ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા જઈને ડીલ કરતા હતા. પરંતુ, કોરોનાના કારણે છેલ્લા 1.5 વર્ષથી તેઓ આ દેશોમાં જઈ શકતા નથી. આથી, સોશિયલ મીડિયા (Social Media) ના માધ્યમથી તેઓ ડાયમંડની તમામ વિગતો અને તસવીરો મંગાવી લેતા હોય છે અને તેના આધારે તેઓ લાખો અને કરોડો રૂપિયાના હીરાની ખરીદી કરી રહ્યા છે. કોરોના મહામારીમાં ટ્રાવેલિંગ બંધ થતા હીરા ઉદ્યોગમાં ઓનલાઇન ટ્રેડિંગ શરૂ થયું છે.
હાલમાં મોટાભાગના વેપારીઓ અને ઉદ્યોગકારો વીડિયો કોલિંગથી એન્ટોપ, બેલ્જિયમ, દુબઈ અને હોંગકોંગના વેપારીઓ સાથે સંપર્કમાં રહી રફ હીરા (Rough Diamond) ની ખરીદી કરી રહ્યા છે. વિદેશ જઈ શકાતું ન હોવાથી ઓનલાઇન ટ્રેડિંગનો વિકલ્પ વેપારીઓએ અપનાવી લીધો છે. ભારત સરકારના કાયદા અનુસાર વિદેશથી કોઈ પણ ચીજ-વસ્તુની ઓનલાઈન ખરીદી પર વધારાનો 2 ટકા ટેક્સ ભરવાનો રહે છે. જે હટાવવા રજૂઆત પણ કરવામાં આવી રહી છે.
Amit Shah એ રૂપાલના વેક્સિનેશન સેન્ટરની મુલાકાત બાદ વરદાયિની માતાના કર્યા દર્શન
સોશિયલ મીડિયાના મારફતે મોકલવામાં આવે છે હીરા
એન્ટોપમાં છેલ્લા 35 વર્ષથી ડાયમંડ સુરતના વેપારીઓને વેચાણ કરતા વેપારી ઘનશ્યામ તેજાણીએ જણાવ્યું હતું કે, હું 1988 એનટોપમાં રહું છું અને રફ ડાયમંડ (Rough Diamond) ના ખરીદ અને વેચાણના વેપાર સાથે સંકળાયેલો છું. ભારતથી રફ હીરા ખરીદવા માટે અનેક વેપારીઓ અમારે ત્યાં આવે છે. કોરોના પહેલા વેપારીઓ રૂબરૂ આવીને રફ ડાયમંડ જોઈને લેતા હતા.
World Yoga Day: એક સમયે સાપ વીંછી જોડે રમવા ટેવાયેલા આ બાળકો આજે ભણે છે યોગના પાઠ
પરંતુ, જ્યારથી વેપાર ઓનલાઈન થઈ ગયો છે ત્યાંથી અમે પોતે ડાયમંડને સારી રીતે જોઈને ફોટો વીડિયો બનાવીને સોશિયલ મીડિયાના મારફતે ભારતના વેપારીઓને મોકલીએ છે. ઓનલાઇનના કારણે થોડી મુશ્કેલીઓ થાય છે. હાલ પોલિશડ અને જ્વેલરી બન્નેમાં ડિમાન્ડ સારી છે. મને લાગે છે સાત મહિના સુધી માર્કેટ સારું રહેશે. અગાઉ દિબીયર્સ દ્વારા રફના ભાવમાં વધારો કરાયો છે અને આવનાર દિવસોમાં રશિયન કંપની દ્વારા પણ 8થી 10 ટકાનો ભાવમાં વધારો કરશે. અત્યારે લોકોને પોસાય છે કારણ કે હાલ ડિમાન્ડ છે.
World Yoga Day: જમીન કે ગ્રાઉન્ડ પર નહી, પણ પાણીમાં યોગ કરે છે ૬૧ વર્ષિય યોગ સાધક
ટેન્ડરિંગ થકી આ રફ ડાયમંડ ખરીદે છીએ
ઓનલાઇન ટ્રેડિંગથી ડાયમંડ મંગાવનાર સુરતના વેપારી નિલેશ બોડકીએ જણાવ્યું હતું કે, હાલ જે રીતે ફ્લાઇટની અવરજવર ઓછી છે અને કોરોનાનો માહોલ છે તેના કારણે અમે સોશિયલ મીડિયા (Social Media) ના માધ્યમથી રફ ડાયમંડ મંગાવીએ છે અને તેમાં રફ ડાયમંડની તમામ વિગતો પણ હોય છે અને તે મુજબ અમે હીરો સારો છે કે નહીં તેનો અંદાજ લગાવીએ છીએ. ત્યાર પછી ટેન્ડરિંગ થકી આ રફ ડાયમંડ (Rough Diamond) ખરીદે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube