Gujarat Weather live Update: શ્રાવણીયો મેઘો બનશે તોફાની! આ તારીખે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે?
Monsoon Gujarat 2022: ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે બનસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે અમદાવાદમાં માધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આગામી 2 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 22 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવશે.
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે બનસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે અમદાવાદમાં માધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 22 અને 23 ઓગસ્ટ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.
કયા-કયા જિલ્લામાં વરસાદ ખાબકશે?
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 23 ઓગસ્ટે રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube