ઉમેશ પટેલ, વલસાડ: રાજ્ય હવામાન વિભાગે અરબી સમુદ્રમાં ભારે પવન અને વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેને લઈને વલસાડ જિલ્લાની 800 જેટલી બોટ પૈકી 400 બોટ જખૌ બંદર ઉપર અને 400 બોટ મહારાષ્ટ્ર ના વિવિધ બંદરો ઉપર લંગારવામાં આવી છે. જાન્યુઆરી માસમાં માછીમારી કરવાની સૌથી સારી સિઝન ગણવામાં આવવા છે. 3 દિવસ ભારે પવન અને વરસાદની આગાહી મળતા માછીમારો નજીકના બંદરે સુરક્ષિત રીતે બોટ લંગારી દેવામાં આવી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય હવામાન વિભાગે આગામી 3 દિવસમાં અરબી સમુદ્રમાં ભારે પવન અને વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને લાઈનવ વલસાડ જિલ્લામાં માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલી 800 જેટલી બોટ પૈકી 400 બોટ ગુજરાતના જખૌ બંદર ઉપર અને 400 બોટ મહારાષ્ટ્રના અલગ અલગ બંદરો ઉપર માછીમારીના વ્યવસાય માટે જતા હોય છે. 


હવામાન વિભાગ દ્વારા દ્વારા રાજ્યના વિશાળ દરિયાઈ પટ્ટા ઉપર 70 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવવાની અને ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. જેને લઈને વલસાડ જિલ્લાના માછીમારો પૈકી 409 જેટલી બોટ જખૌ અને વેરાવર બંદર ઉપર વલસાડના માછીમારોએ બોટ લંગારી દીધી છે. જ્યારે મહારાષ્ટ્માં પણ અલગ અલગ બંદરો ઉપર વલસાડની બોટ લંગારી દેવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube