Gujarat weather forecast: નવા વર્ષની શરૂઆતથી જ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. પરંતુ કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગની આગાહીએ લોકોની ચિંતામાં વધારો મૂકી દીધો છે. એટલું જ નહીં,  ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. કેમ કે, રાજ્યમાં આગામી દિવસોમાં માવઠું એટલે કે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદની સંભાવના સેવાઇ રહી છે. જેમાં રાજ્યના અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં 24 થી 28 નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદ વરસશે. 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદ પડશે.  24 નવેમ્બરે સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં  માવઠું પડશે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત જ્યાં કમોસમી વરસાદ વરસશે. 24થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 25 અને 26 નવેમ્બરે પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


25 નવેમ્બરથી ગુજરાતમાં કડકડતી ઠંડી
મહત્વનું છે કે, 25 નવેમ્બરથી ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. આજે પણ કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું. નલિયામાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ભૂજમાં 19 અને અમદાવાદમાં 22 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. પરંતુ કાતિલ ઠંડી વચ્ચે વરસાદની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે. તે ઉપરાંત સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરામાં આગાહી છે. સાથે જ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


આ વિસ્તારોમાં થશે માવઠું
25 નવેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, દાહોદ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ  પડશે.  26 નવેમ્બરે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, સુરત અને વલસાડમાં ભારે વરસાદ વરસશે.  27 નવેમ્બરે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે. 


હજુ તો રાત્રે કે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. જોઇ જોઇએ તેવી ઠંડી જામી નથી. પરંતુ શિયાળાની શરૂઆત સાથે જ માવઠાની આગાહીએ ચિંતામાં મૂક્યા છે. આજે એટલે કે મંગળવારે (21 નવેમ્બર) રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવાની શક્યતા છે. સોમવારે તાપમાન 27 ડિગ્રી હતું. આ સિવાય હવામાન વિભાગે 22 થી 24 નવેમ્બર દરમિયાન મહત્તમ તાપમાન 26 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેવાની આગાહી કરી છે.