ઝી બ્યુરો, અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં ગુજરાતમાં કેવો રહેશે વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ છૂટોછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતા 41 ટકા વધુ વરસાદ નોંધાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદની હાલ કોઈ આગાહી નથી. ત્યારે રાજ્યમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ હાલ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય નથી.


ગુજરાતમાં અહીં નથી આજે એકપણ કોરોના કેસ, આ જિલ્લાઓ થઈ જાઓ સાવધાન


ઉલ્લેખનીય છે કે, ગુજરાત માટે જુલાઈ મહિનામાં ભારે પડ્યો હતો. રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો, જેણા કારણે 70 ટકા સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તે પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાય ગયા છે. જોકે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે. જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 41 ટકા વધુ નોંધાયો છે.


ગૃહિણીઓ બજેટ બનાવે તે પહેલા જ પડ્યો માર, શાકભાજી અને ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો


રાજ્યમાં જુલાઇ મહિનામાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે. 50 વર્ષમાં પ્રથમ વખત આ વખતે જુલાઇ મહિનામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છમાં 117, દક્ષિણ ગુજરાતમાં 82 અને સૌરાષ્ટ્રમાં 62 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ 57 ટકા વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં સરેરાશ સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો છે. 86 તાલુકામાં 20થી 40 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યરે રાજ્યના 31 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ ચોપડે નોંધાયો છે. અત્યાર સુધી દાહોદના લીમખેડામાં સૌથી ઓછો 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube