ઝી ન્યૂઝ/ બ્યૂરો: ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે. આગામી બે દિવસ બાદ અમદાવાદમાં કાતિલ શિયાળો ફરીથી પોતાનો મિજાજ દેખાડશે, અને તાપમાન 13 ડિગ્રી સુધી જવાની સંભાવના દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે અને બે દિવસ બાદ શિયાળાનું પ્રભુત્વ વધવનાની સંભાવના દર્શાવી છે. નલિયા 7.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુંગાર સાબિત થયું છે, જ્યારે આગામી સપ્તાહથી રાજ્યભરમાં ઠંડી વધશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના મતે, કચ્છના નલિયાનું સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે બનાસકાંઠાના ડીસાનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે. ત્યારબાદ કચ્છના ભૂજનું તાપમાન 13 ડિગ્રી, ગાંધીનગર અને વલસાડનું તાપમાન 14 ડિગ્રી, અમદાવાદ અને અમરેલીનું તાપમાન 16 ડિગ્રી, ભાવનગર અને કેશોદનું તાપમાન 17 ડિગ્રી અને વડોદરા શહેરનું તાપમાન પણ 17 ડિગ્રી નોંધાયું છે.


હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી એક સપ્તાહ દરમિયાન તબક્કાવાર ઠંડી વધશે અને તાપમાન 13 ડિગ્રી સુધી જઇ શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી 16 ડિસેમ્બરથી લઘુતમ તાપમાન 11ડિગ્રી જઇ શકે છે. રાજ્યમાં આગામી 3-4 દિવસ લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube