Gujarat Weather Update: અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, બંગાળની ખાડીમાં બનેલા ડીપ ડિપ્રેશનનો ઘેરાવો મોટો છે અને તેના કારણે ગુજરાતના વાતાવરણમાં તેની મોટી અસર જોવા મળશે. ખાસ કરીને આ ડિપડિપ્રેશનના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે આ સિસ્ટમની અસર આડકતરી રીતે ગુજરાત પર પણ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. એટલું જ નહીં ભારે વરસાદને કારણે ગુજરાતમાં સ્થિતિ વણસી શકે છે. ત્યાર બાદ આગામી સમયમાં ગુજરાત પર ચક્રવાતનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. ગુજરાત પર ભારે વરસાદ, પુર, ભુક્કા કાઢી નાંખે એવી ગરમી, વાવાઝોડું અને ચક્રવાત આ બધા જ સંકટ તોળાઈ રહ્યાં છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના વીર અમર રહેજો! CM ભૂપેન્દ્ર પટેલે અર્પી શ્રદ્ધાંજલિ, પરિવારજનોનો આક્રંદ


ભારત હવામાન વિભાગ (IMD) એ નવી હવામાન આગાહી કરી છે જેમાં આગામી 4-5 દિવસમાં ભારતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rainfall)ની સંભાવના છે. ઉત્તરાખંડ, ઉત્તર ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ. આગામી 4-5 દિવસ દરમિયાન હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.


VIDEO: ગોપાલ નમકીન ખાતા પહેલા ચેતી જજો! જૂનાગઢના સરમા ગામે વાટકાના પેકિંગમાં નીકળી..


ગુજરાતમાં ગમે ત્યારે આવી શકે છે ચક્રવાતઃ
અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, બિપોરજોય ગયું પણ ગુજરાત પર એના જેવા જ બીજા સંકટોના વાદળો ઘેરાઈ રહ્યાં છે. ઓક્ટોમ્બર અને  નવેમ્બર માસમાં ચક્રવાતોનું પ્રમાણ વધશે. 17થી 20 ઓક્ટોબર દરમિયાન ચક્રવાતો વધશે અને ડિસેમ્બર સુધી ચક્રવાતોની અસર રહી શકે છે.


પાવાગઢ જવાના હોવ તો આ તારીખો ખાસ નોંધી લેજો: ભક્તો માટે બંધ રહેશે 5 દિવસ આ સુવિધા


ભુક્કા કાઢી નાંખે એવી ગરમી પડશે?
અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ઓગસ્ટમાં ગરમીની શરુઆત થઈ જશે પરંતુ 13 સપ્ટેમ્બરથી 23મી ઓક્ટોબર સુધી ગરમી રહેવાની શક્યતાઓ છે. નવેમ્બરમાં પણ ગરમી રહેવાની શક્યતાઓ છે. 


400 કિલોનું તાળું, 4 ફૂટની ચાવી; રામ મંદિર માટે બનાવાયું વિશ્વનું સૌથી મોટું તાળું


ગુજરાતમાં પુર આવી શકે છે?
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતાઓને જોતા તેમણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેના કારણે સરદાર સરોવર ડેમનું જળ સ્તર ખાસ્સું વધવાની શક્યતાઓ છે તેવું અંબાલાલનું માનવું છે. આ સિવાય તેમણે તાપી અને નર્મદા નદી પણ બે કાંઠે થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય તેમણે ઉત્તરભારતમાં પણ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.


શું તમને પણ ઘૂંટણની સમસ્યાથી પરેશાન છો? આહારમાં લેવાની શરૂ કરી દો આ 5 વસ્તુઓ