સોજીત્રાના ગરીબ પરિવારને વીજ કંપનીએ એટલુ બિલ ફટકાર્યું કે પગ તળેથી જમીન સરકી ગઈ
- MGCVL કંપનીએ આણંદના દેવાતળપદમાં પરિવાર 80 હજારનું લાઇટબિલ ફટકાર્યું
- ઘરમાં માત્ર 5 વીજ ઉપકરણ છતાં તોતિંગ બિલ આવતા આશ્ચર્ય
ઝી મીડિયા/બ્યૂરો :ક્યારેક સરકારી કર્મચારીઓથી એવી ભૂલ થઈ જાય છે કે, એ ભૂલ એક મજાક જેવી બની જતી હોય છે. સોજીત્રાનો એક ગરીબ પરિવાર, જ્યાં મુશ્કેલીથી બે લાઈટ બળતી હશે, ત્યાં વીજ કંપનીએ 80 હજારનું બિલ ફટકારી દીધું છે. આ બિલની રકમ જોઈને ગરીબ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ છે.
આ પણ વાંચો : રથયાત્રામાં ખલાસીઓની સંખ્યા વધારવા એસોસિયેશનની માંગ, ઓછા ખલાસી હશે તો વધુ સમય લાગશે
સોજીત્રાના દેવાતળપદ તાબે રામકુવા વિસ્તારમાં જયંતીભાઈ ગોહેલનો પરિવાર રહે છે. આ પરિવાર એક નાનકડા ઝૂપડામાં રહે છે. આ ઘરમા માત્ર વીજળીથી માત્ર ત્રણ એલ.ઇ.ડી બલ્બ, એક ટીવી અને એક સિલિંગ ફેન ચાલે છે. જેનો મુશ્કેલથી બે મહિનાના યુનિટનો વપરાશ 70 થી 80 યુનિટ છે. આવા પરિવારને એમજીવીસીલ દ્વારા મે-જૂન મહિનાનું 80911 વીજ બિલ મોકલ્યું છે.
આ પણ વાંચો : ગુમ સ્વીટી પટેલ કેસમાં નવો વળાંક, દહેજમાં બિલ્ડીંગ પાછળ મળેલા હાડકા કોના?
વીજ બિલની રકમ જોઈને આખો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. જે પરિવારની વાર્ષિક આવક પણ 80 હજાર નથી, ત્યાં વીજ કંપનીએ બે મહિનાનું 80 હજારનું બિલ ફટકાર્યું છે. આટલી રકમ જોઈને આખો પરિવાર વિચારમાં પડી ગયો હતો. આ મામલે જયંતિ ગોહેલે વીજ કંપનીને લેખિતમાં રજૂઆત કરી છે.