ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદનાં બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન સરખુ ચલાવવાનું કહેનાર MICA કોલેજના વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી હતી. આ વિદ્યાર્થીનો હત્યારો હાલ પોલીસના હાથે લાગી ગયો છે. જે મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનનો હત્યારો બીજો કોઈ નહીં પરંતુ એક પોલીસકર્મી નીકળ્યો છે, તેનું નામ વીરેન્દ્રસિંહ પઢિયાર છે. વીરેન્દ્ર સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ બજાવે છે. MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન શેલામાં આવેલી માયકા ઈન્સ્ટીટ્યૂટમાં એમબીએમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીલી પરિક્રમામાં 9 લોકોના મોતથી ખળભળાટ; સિવિલમાં થયો મોતના સાચા કારણનો ઘટસ્ફોટ


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદનાં બોપલ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક વિદ્યાર્થીની હત્યાનો બનાવ બન્યો હતો. મૂળ યુપીનાં અને અમદાવાદનાં માયકા ઈન્સ્ટીટ્યૂટમાં એમબીએમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો પ્રિયાંશુ જૈન તેનાં મિત્ર પૃથ્વીરાજ મહાપાત્ર સાથે રવિવારે કોલેજમાં કંપનીનું ઈન્ટરવ્યૂ હોવાથી તેના અન્ય મિત્ર ચૈતન્ય ડાકોરેનું બુલેટ લઈને સુટ સીવડાવવા ગયા હતા. જ્યાંથી વકીલ બ્રિજ પાસે નાસ્તો કરી કોલેજ જતા હતા ત્યારે સન સાઉથ સ્ટ્રીટ કોમ્પલેક્ષ પાસે પહોંચતા પ્રિયાંશુને સ્વીટ લેવી હોવાથી કેક લઈને રેન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે વળવા માટે ઉભા હતા, ત્યારે એક ફોર વ્હીલ ચાલક તેન ગાડી પુરઝડપે બુલેટ પાસેથી ટર્ન લીધી હતી. 


સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શું હવે બંધ થઈ જશે બુલડોઝર કાર્યવાહી? ખાસ જાણો માહિતી


જેથી પ્રિયાંશુએ હિન્દીમાં ઈતની જોર સે ક્યો ગાડી ચલા રહે હો, તેવી બુમ મારી હતી.બન્ને મિત્રો થોડા આગળ પહોંચતા તે કાર ચાલકે તેઓનો પીછો કર્યો હતો અને બન્ને મિત્રોને ઉભા રખાવ્યા હતા. ગાડીમાંથી ચાલકે ઉતરી તુમ લોગ રોંગ સાઈડ મે હો તો મેં જોર સે નહી ચલાઉંગા તેમ કહી ઝઘડો કર્યો હતો. દરમિયાન ગાડી ચાલકે અચાનક પોતાની કારમાંથી બન્ને હાથમાં છરીઓ કાઢી અને પ્રિયાંશુ જૈન પર હુમલો કર્યો હતો. યુવક લોહીલુહાણ થતા કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. આથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. છરાથી હુમલો કર્યા બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.


200 વર્ષના અવસરે વડતાલના મંદિરમાં બિરાજિત દેવોને 8 કિલો સોનાના કપડાં, આ રીતે તૈયાર 


આ ઘટના બન્યા બાદ બાદ પૃથ્વીરાજ મહાપાત્રાએ રોડ પરથી પસાર થતા વાહનો પાસે મદદ માંગી હતી, ત્યારે મીનાક્ષી પંડ્યા નામની કારચાલક મહિલા મદદે આવી અને ઈજાગ્રસ્ત હાલતમાં પ્રિયાંશુ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં મોડી રાત્રે તબીબે પ્રયાંશુ જૈનને મૃત જાહેર કર્યો હતો. ત્યારે આ મામલે પોલીસને જાણ થતા બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, તપાસ શરૂ કરી હતી. જેમાં કારના વર્ણનનાં આધારે બોપલ પોલીસ એલસીબી અને એસઓજી તપાસ શરૂ કરી હતી.


કોલ્ડપ્લે હવે અમદાવાદમાં મચાવશે ધમાલ, આ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ


હત્યાના 12 કલાક બાદ પણ બોપલ પોલીસને ગાડીની ઓળખ કરવામાં નિષ્ફળ નીવડી હતી અને સ્ક્રેચ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી અને ટેકનિકલ માહિતીના આધારે તપાસ તેજ કરાઈ હતી સાથે જ આરોપીનો સ્કેચની પ્રક્રિયા પણ હાથ ધરી હતી. ત્યારે ટ્રાફીક નિયમ પાળવા માટે કહેનાર યુવાનને મોતને ભેટવું પડ્યું હતું તો હત્યા કરનાર આરોપી પોલીસની ગીરફ્તમાં આવી ગયો છે.