રક્ષિત પંડ્યા/ રાજકોટ: રાજ્ય સરકાર સામે જુદા જુદા મુદ્દાઓને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યાં છે. ત્યારે આવતીકાલથી મધ્યાહન ભોજન કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે. ત્યારે આ હડતાળમાં રાજ્યમાંથી 1 લાખથી વધુ કર્મચારીઓ જોડાવવાના છે. 


રાજ્યમાં મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા આવતીકાલથી હડતાળ પર ઉતરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. કર્મચારીઓ દ્વારા પગાર વધારો, નાસ્તા માટે અનાજનો જથ્થો અલગથી ફાળવવામાં આવે આ સહિતની માંગ સરકારને એક મહિના અગાઉ કરવામાં આવી હતી. ત્યારે સરકાર દ્વારા કર્મચારીઓની માંગણીને પૂરી કરવામાં આવી નથી. જેને લઇ મધ્યાહન ભોજન કર્મચારીઓ રોષે ભરાયા હતા અને તેમને આપેલા અલ્ટીમેટમનો સમય આવતી કાલથી પુરો થઇ રહ્યો છે. ત્યારે કર્મચારીઓ આવતીકાલથી મધ્યાહન ભોજન કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે. ત્યારે આ હડતાળમાં રાજ્યમાંથી 1 લાખથી વધુ કર્મચારીઓ જોડાવવાના છે.