ઝી બ્યુરો/સુરત: સુરતમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરતા 50 વર્ષીય આધેડે ત્રણ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરીને ભાગી ગયો હતો. તો બીજી તરફ આ સમગ્ર મામલો પાંડેસરા પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેનો અંત હજી ભારે? અંબાજીમાં કડાકા ભડાકા, આ જિલ્લાઓમાં કરા સાથે ધમાકેદાર એન્ટ્રી


મૂળ મહારાષ્ટ્ર અકોલા જિલ્લાના વતની 50 વર્ષીય વિજય ભગવાનભાઈ ઈંગળે સુરતમાં વોચમેન તરીકે કામ કરે છે. ગત 9 તારીખના રોજ તે પાંડેસરા વિસ્તારમાં એક બિલ્ડીંગમાં રહેતી 8, 7 અને 6 વર્ષની એમ ત્રણ બાળકીઓને શારીરિક અડપલા કરીને ભાગી ગયો હતો. આ મામલો આખરે પાંડેસરા પોલીસ મથકે પહોચ્યો હતો જેમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી અને આરોપી ૫૦ વર્ષીય વિજય ભગવાનભાઈ ઈંગળે ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


હવે તો હદ થઈ! અંતે સગીરને સાધુનો વેશ ધારણ કરી દેવાયો, સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં


બનાવ અંગે એસીપી વી.આર.મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ગત 9મી મેના રોજ પાંડેસરા પોલીસ મથકમાં એક ફરીયાદી બેને પોતાની 8 વર્ષની દીકરી તેમજ તેમની બિલ્ડીંગમાં રહેતી અન્ય 7 અને 6 વર્ષની મળી કુલ 3 દીકરીઓને શારીરિક અડપલા કરીને વિજય ઈંગળે નામનો ઇસમ ભાગી ગયો હોવાની ફરિયાદ આપી હતી. જેને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપી વિજય ભગવાનભાઈ ઈંગળે મહારાષ્ટ્ર અકોલા જિલ્લાના વતની હોય એક ટીમ ત્યાં પણ રવાના કરી હતી અને અન્ય ટીમો દ્વારા સુરતમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આખરે પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો. 


ગુજરાત ડ્રગ્સ મુક્ત થશે? સ્વરૂપવાન સ્ટેજ ડાન્સર ડ્રગ્સ અને વિદેશી દારૂ સાથે ઝડપાઈ


વધુમાં જણાવ્યું હતું કે આરોપીની ઉમર 50 વર્ષ છે અને તે વોચમેન તરીકે કામ કરે છે. આરોપીના બે દીકરા પાંડેસરાના ડુંડી ગામ પાસે રહે છે, ત્યાં તે જમવા માટે જતો હતો. તે દરમ્યાન તેણે આ હરકત કરી હતી. હાલ આરોપીની ધરપકડ કરી આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.