અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદના GMDC મેદાનમાં આજે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો એકઠા થયા છે. આજે અમદાવાદ ડિવિઝનથી લગભગ 15 જેટલી ટ્રેનો શ્રમિકોને લઈને રવાના થશે. GMDC માં એકઠા થયેલા લોકો તમામ બિહારના વતની છે. જોકે, અહીં મોટા પ્રમાણમાં એકઠી થયેલી લોકોની ભીડ અને સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ શ્રમિકો (Migrants) માટે મોટી મુશ્કેલી સર્જી શકે છે. લોકોએ માસ્ક તો પહેર્યા છે, પરંતુ સોશિયલ ડિસ્ટનસિંગ રાખવા અંગેની સમજનો મોટો અભાવ જોવા મળ્યો છે. અહી ભેગા થયેલા શ્રમિકો બિહારના ભાગલપુર જવા માંગે છે. GMDC મેદાનમાં એકઠા થયેલા તમામ શ્રમિકો  આશરે 1500 જેટલા લોકો પરિવાર છે. જેઓ ઘરવખરી અને સામાન સાથે એકઠા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રમિકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, અમારાથી કેટલાક લોકોને મેસેજ કરીને ટ્રેન અંગે જાણ કરાઈ હોવાનું શ્રમિકોએ જણાવ્યું, તો કેટલાય લોકોએ હાલ તેમની પાસે હજુ જવા અંગેની પરવાનગી કે તંત્ર તરફથી કનફર્મેશન ન હોવાનું પણ જણાવ્યું. તેમ છતાં અહીં મોટી સંખ્યામાં વતન જવા માટે લોકો પહોંચી ગયા. 11 વાગ્યા સુધીમાં બસ આવશે, જે સ્ટેશન સુધી લઈ જશે અને 1 વાગ્યે તેમના માટે ટ્રેનની વ્યવસ્થા કરાઈ હોવાનું શ્રમિકોએ જણાવ્યું છે. 


ગઈકાલે સીએમઓના સચિવ અશ્વિની કુમારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી અન્ય પરપ્રાંતિયો માટે દોડાવાયેલા ટ્રેનો અંગે તેમણે જણાવ્યું કે, ગુજરાતમાંથી અત્યાર સુધી 518 ટ્રેન રવાના કરાઈ છે. 363 ટ્રેન અત્યાર સુધી ઊત્તરપ્રદેશમાં મોકલાઈ છે. આજે 19 મેના રોજ 39 ટ્રેન ચલાવવામાં આવશે. જેમાં 61 હજાર જેટલા લોકો રવાના થશે. સુરતથી કુલ આજે 20 ટ્રેન રવાના થશે. તો અમદાવાદથી 5 ટ્રેન રવાના થશે. રાજકોટમાંથી 4 ટ્રેન રવાના થશે. અત્યાર સુધીમાં કુલ 8 લાખ લોકો ગુજરાતમાંથી  રવાના થયા છે.