મિતેશ માળી/પાદરા :પાદરા તાલુકામાં આવતા વિદેશી પક્ષીઓમાં ઘરખમ વધારો જોવા મળ્યો છે. પાદરા તાલુકાના વિવિધ ગામોમાં શિયાળાની ઋતુ શરૂ થાય કે તરત જ વિદેશી મહેમાનોનું આગમન થઈ જતું હોય છે. છેલ્લા ૨૦ વર્ષથી આ વિદેશી પક્ષીઓ પાદરાના લુણા, મુવાલ, માસર જેવા વિવિધ ગામોના તળાવોમાં આ પક્ષીઓ પ્રજનન અર્થે આવતા હોય છે. જે પક્ષીઓ શિયાળા દરમિયાન પોતાના માળામાં ઇંડા મૂકી તેને સેવીને બચ્ચાઓનો ઉછેર કરતા હોય છે. જ્યારે હાલના વર્ષે લુણા ગામે વિદેશી પક્ષીઓ (migrated birds) નો જમાવડો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને વાત કરીએ તો, લુણા ગામે ચાલુ વર્ષે પેઇન્ટેડ સ્ટોર્ક, નળી બગલો, ગજ પાવ, નટકો, બ્રાહ્મણી બતક, કાજીયો, જળ મુરઘો, કાકન સાર, ફાટી ચાંચ, સ્પૂન બિલ (ચમચો), કાળી ચાંચનો ઢોક જેવા વિવિધ પક્ષીઓ આવી ચૂક્યા છે. ત્યારે લુણા ગામ ખાતે પક્ષીઓના કરલવમાં વધારો થયો છે.  


[[{"fid":"297222","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"migrated_birds_padra_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"migrated_birds_padra_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"migrated_birds_padra_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"migrated_birds_padra_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"migrated_birds_padra_zee2.jpg","title":"migrated_birds_padra_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


જ્યારે લુણા ગામે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર સહિતના લોકોનો જમાવડો જોવા મળતો હોય છે. પરંતુ કોરોના કાળમાં વિદેશી પક્ષીઓને નિહાળવા માટે લોકો ઓછા આવી રહ્યા છે. ત્યારે પ્રાણી જીવ રક્ષક સંસ્થાના રોકી આર્ય જણાવે છે કે, જે પક્ષીઓ આવી રહ્યા છે, તેમાં વિદેશી સહિત હવે ભારતીય પક્ષીઓ પણ આ વર્ષે જોવા મળી રહ્યા છે. અલગ અલગ પ્રકારના 8 થી વધુ જાતિના પક્ષીઓ હાલ ચાલુ વર્ષે લુણા ગામે પહોંચ્યા છે.