‘વાયુ’ વાવાઝોડાને પગલે કચ્છમાં 26121 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર
ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા અગમચેતીના ભાગ રૂપે અનેક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કચ્છના દરિયા કિનારે પણ વાવાઝોડાને લઇને એલર્ટ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે કચ્છના દરિયા કિનારા પાસેથી આશરે 26121 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
રાજેન્દ્ર ઠક્કર/ભુજ: ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા અગમચેતીના ભાગ રૂપે અનેક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કચ્છના દરિયા કિનારે પણ વાવાઝોડાને લઇને એલર્ટ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે કચ્છના દરિયા કિનારા પાસેથી આશરે 26121 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વાયુ વાવાઝોડું ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે થઈ કચ્છ બાજુ આવી રહ્યું છે. ત્યારે અબડાસાના દરિયાઈ વિસ્તારના ગામડાને ખાલી કરીને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. અબડાસામાંથી આશરે 3150 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જખૌનો દરિયા કિનારે રહેતા લોકોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
વાયુ વાવાઝોડાનો પ્રકોપ, પોરબંદરનો દરિયો પાળો તોડી રહેણાક વિસ્તારમાં ધૂસ્યો
કચ્છમાં 26121 લોકો નું સ્થળાંતર કરાયું
અબડાસા-3150
અંજાર-900
ભચાઉ-1953
ભુજ -780
ગાંધીધામ-12373
માંડવી-1200
લખપત-1561
મહત્વનું છે, કે કચ્છના પિંગલેશ્વરના દરિયા કિનારે દરિયામાં કરન્ટ જોવા મળ્યો હતો. ઘૂઘવતો દરિયો અને સુસવાટા કરતો પવનને લીધે દરિયો ભયંકર દેખાઇ રહ્યો હતો. તંત્ર દ્વારા દરિયામાં માછીમારી કરવા જતા માછીમારોને દરિયો ન ખેડવા માટે અપીલ કરવામાં આવી છે. ત્યારે કચ્છના દરિયા કિનારે વસવાટ કરનારા લોકોને ભુજ અને ગાંધીધામ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કચ્છના લખપતમાં અછત વચ્ચે 16MM જેટલો વરસાદ નોંધાયો હતો.