અજય શીલુ/પોરબંદર: રાજ્યમાં આવી રહેલા આફતના વાવાઝોડાને લઇને સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવતા 74 ગામોમાંથી લોકોનુ કરાશે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા માટેનું સુચન આપી દેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદર જિલ્લાની તમામ શાળા અને કોલેજોને ત્રણ દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાને લઇને 12થી14 તારીખ સુધી તકેદારીના ભાગ રૂપે શાળા કોલેજોમાં રજાઓ આપી દેવામાં આવી છે. તંત્રએ સુરક્ષાના ભાગ રૂપે પોરબંદર જિલ્લામાં એનડીઆરએફની 3 ટીમોની મદદ લેવામાં આવશે. રાજ્યમાં વાયુ વાવાઝોડાને કારણે કોઇ જાનહાની ન થાય તે માટે તંત્ર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 


એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનું પ્રથમ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર


જુઓ LIVE TV



 


પોરબંદરના દરિયાકાંઠે વાવાઝોડાને અનુલક્ષીને સાવચેતીના ભાગરૂપે ચોપાટી પર પ્રવેશ બંધી કરવાની વિચારણ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે. કોઇ જાનહાનીના ભાગરૂપે પોરબંદરના દરિયા કિનારે આવેલા 74 ગામના લોકોનું સલામત સ્થળે ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. પોરબંદરના દરિયાકાંઠે રાજ્ય સરકાર દ્વારા આર્મી અને એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.