અમદાવાદ : શહેરમાં કોરોના રોકેટની ગતીએ આગળ વધી રહ્યો છે. જેથી હવે શહેરમાં કર્ફ્યૂ લાદી દેવાયો છે. કર્ફ્યૂના કારણે રેલવે સ્ટેશન પર અનેક લોકો આવ્યા અને તેમના આગામી સ્થળ પર જતા પહેલા શહેરમાં કરફઅયૂ હોવાથી રેલવે સ્ટેશન પર જ રહેવાનો વારો આવ્યો છે. રેલવે સ્ટેશન પર કર્ફ્યૂ દરમિયાન સ્થિતીનો તાગ મેળવવા માટેનો ZEE 24 Kalak દ્વારા તાગ મેળવવામાં આવ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોમાં કર્ફ્યૂનો એટલો બધો ડર છે કે, રાત્રે 12 વાગ્યાની ટ્રેન હોવા છતા લોકો બપોરે 12 વાગ્યે રેલવે સ્ટેશન પહોંચી ચુક્યા છે. આ પૈકી કેટલાક લોકો પોતાના વતનઘી રોજગારી માટે અમદાવાદ આવ્યા હતા. જો કે લોકડાઉન થતા તેમને ફરી એકવાર લોકડાઉનમાં ફસાવાનો ડર સતાવી રહ્યો છે. જેથી ફરી એકવાર મજુરો પલાયન કરી રહ્યા છે. પોતાના વતનથી રોજગારી મેળવવા માટે અમદાવાદ આવ્યા પણ અહીંયા કર્ફ્યૂ હોવાથી હવે રેલવે સ્ટેશન પર રોકાયા સિવાય તેમનો છુટકો નથી. 

આ અંગે એક યાત્રી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે કર્ફયૂની સ્થિતી છે દિવસે પણ વાહનો મળવા મુશ્કેલ છે તેવામાં રાત્રે વાહનો મળવા અશક્ય છે. માટે હું દિવસે જ અહીં આવી ગયો છું. ટ્રેન તો મારી મોડી રાત્રે છે પણ હવે હું આખો દિવસ અહીં જ બેસી રહીશ. મારી ટ્રેનનો સમય થશે ત્યારે હું બેસીશ ત્યા સુધી અહીં જ રાહ જોવી પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube