સુરતઃ નર્મદા (Narmada) ના કેવડીયા ખાતે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની વિશ્વની સૌથી મોટી પ્રતિમાને એક્તાનો સંદેશ આપવાના આશયથી બોલીવુડના જાણીતા અદાકાર અને પ્રખર સ્વાસ્થ્યપ્રેમી મિલિંદ સોમણે (Milind Soman) મુંબઇના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) સુધી યોજેલી ‘રન ફોર યુનિટી’ના દોડનું આજે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માંખીગા ગામે મામલતદાર, રમતગમત અધિકારી ગ્રામ્ય વિરલ પટેલ, સિનિયર કોચ કનુભાઈ રાઠોડ સહિતના વહીવટીતંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રજવાડા જોડીને અખંડ ભારતનું શિલ્પ ઘડનારા સરદાર વલ્લભભાઇ પટેલને સાર્થક અંજલિ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ વિશ્વમાં અજોડ ગણાય એવા સ્મારકના રૂપમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી-“સરદાર પ્રતિમા“નું નિર્માણ કરાવ્યું છે. ભૂતકાળમાં તેને હાર્દમાં રાખીને અનેકવાર રાષ્ટ્રીય એક્તાનો સંદેશ આપતી રન ફોર યુનિટી (Run For Unity) નું આયોજન વિવિધ સંસ્થાઓએ કર્યું છે. તેની જ એક કડી જેવી આ દોડ યાત્રાનું આયોજન મિલિંદ સોમણે (Milind Soman) એક્તા અને સંવાદિતાને મજબૂત કરવાના હેતુસર અને વિવિધતામાં એક્તાનો સંદેશ આપવા કર્યુ છે.

આટલી એજ્યુકેટેડ છે દેશના ધનકુબરોની પત્નીઓ, નીતા અંબાણીથી માંડીને ગૌતમ અદાણીની પત્ની


વિવિધતામાં એક્તાનો પ્રેરક સંદેશ આપતી પ્રખર સ્વાસ્થ્યપ્રેમી મિલિંદ સોમણે (Milind Soman) ની સ્ટેચ્યુ ઓફ યુનિટિના માધ્યમથી એકતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટેની યાત્રા તા.૧૭ મી થી શિવાજી ચોક મુંબઇ ખાતેથી સાંજે પ.૦૦ કલાકે શરૂ થયેલી રન ફોર યુનિટી (Run For Unity) દોડ આજે સુરત જિલ્લાના પલસાણા ખાતે આવી પહોચી હતી. આ દોડ તા.૨૧ મી ઓગસ્ટે્ સાંજે પ.૦૦ વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટિ (Statue of Unity) કેવડિયા પહોંચશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube