Milk Price in India: દેશભરમાં ઝડપથી વધી રહેલી મોંઘવારીને કારણે સામાન્ય લોકોને ટૂંક સમયમાં રાહત મળી શકે છે. મોંઘા ટામેટાંથી રાહત મળ્યા બાદ હવે દૂધના ભાવ (Milk Price Down) પણ ટૂંક સમયમાં ઘટી શકે છે, એટલે કે તમને સસ્તું દૂધ મળી શકે છે. કેન્દ્ર સરકારનું (Central Government) માનવું છે કે ચોમાસા બાદ દૂધના ભાવમાં ઘટાડો થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ખેડૂતોને મળશે 40 કરોડની સહાય, જાણો તમારો નંબર લાગશે કે નહીં?
 
એક વર્ષમાં દૂધના ભાવમાં 10 ટકાનો વધારો 
છેલ્લા એક વર્ષમાં દેશભરમાં દૂધના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. અમૂલથી લઈને મધર ડેરી સુધીની તમામ કંપનીઓએ ભાવ વધાર્યા છે. ભારતમાં છેલ્લા 3 વર્ષમાં દૂધના ભાવમાં 22 ટકાનો વધારો જોવા મળ્યો છે, જેમાંથી છેલ્લા એક વર્ષમાં 10 ટકાનો વધારો થયો છે.


ઓ બાપ રે! ગુજરાતમાં દરરોજ 18 વર્ષની નાની 4 દીકરીઓ ગુમ અને 5 મહિલાઓ પર બળાત્કાર


લીલો ચારો સસ્તો થઈ રહ્યો છે
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાના જણાવ્યા અનુસાર આ સમયે લીલા ઘાસચારાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ ચોમાસા બાદ દૂધના ભાવમાં પણ ઘટાડો થવાની આશા છે.


પાટીલને બદનામ કરવાના કેસમાં સંદીપ દેસાઈ બની શકે છે ફરિયાદી, ખૂલશે મોટા માથાઓના નામ


હવામાન કરશે અસર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રૂપાલાએ ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે ખરાબ હવામાનના કારણે પાકને નુકસાન સહન કરવું પડે છે. આ સમયે ચિંતા કરવા જેવું કંઈ નથી. હાલમાં, સરકાર દૂધ ઉત્પાદકતા વધારવા માટે ક્લાયમેટ રેઝિલિએન્ટ બ્રીડ પર કામ કરી રહી છે.


પત્નીને ખુશ કરવા નકલી PSI બનીને ફરતો હતો યુવક, પોલીસે પકડીને બરાબર સર્વિસ કરી!


કિંમતો કેવી રીતે નક્કી થાય છે?
દૂધના ભાવની વાત કરીએ તો પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા દૂધના ભાવો નક્કી કરવામાં આવતા નથી. આ કિંમતો સહકારી અને ખાનગી ડેરીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. કિંમતો માત્ર ઉત્પાદન ખર્ચ અને બજાર દળોના આધારે નક્કી કરવામાં આવે છે. આ સાથે, દૂધ એક નાશવંત ઉત્પાદન છે, તેથી તેને લાંબા સમય સુધી સંગ્રહિત કરવું ખૂબ મુશ્કેલ છે.


બદામ અને અખરોટથી વધુ ફાયદાકારક છે ટાઇગર નટ્સ.. જાણો તેને ખાવાના 7 અનોખા ફાયદા


શું ભાવ નીચે આવી શકે છે?
આ સાથે તમને જણાવી દઈએ કે ઘાસચારાનો જથ્થાબંધ ભાવ સૂચકાંક પણ ઘટી રહ્યો છે. ચોમાસા પછી શિયાળાની સિઝન શરૂ થાય છે, જેમાં ભાવ ઘટી શકે છે. આ જોતા મને આશા છે કે ચોમાસા પછી દૂધના ભાવ સ્થિર થશે.