સાબરડેરીના ભાવ વધારાના મુદ્દે ખેડૂતોનો વિરોધ, 200થી વધુ ખેડૂતોની અટકાયત
સાબરડેરી દ્વારા જાહેર કરાયેલા ભાવ વધારાનો અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં પણ ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. જિલ્લામાંથી સાબરડેરી ખાતે ભાવ વધારા બાબતનો વિરોધ વ્યક્ત કરવા જઈ રહેલા 1000 થી વધુ દૂધ ઉત્પાદકોની જિલ્લાના જુદા જુદા સ્થળોએ પોલીસ દ્વારા અટકાયત કરાઇ છે.સાબરડેરી દ્વારા ડેરીના દૂધ ઉત્પાદકો માટે ગત વર્ષે 9 ટકા ભાવ વધારો આપવામાં આવ્યો હતો ત્યારે ચાલુ સાલે આ ભાવ વધારો ઘટાડી 3.30 ટકા કરવામાં આવ્યો છે. જેના કારણે અરવલ્લી અને સાબરકાંઠાના દૂધ ઉત્પાદકો રોષે ભરાયા છે અને આ ભાવ વધારોનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં આ ભાવ વધારા સામે નારાજગી વ્યક્ત કરી પશુપાલકોએ મોડાસા નજીકના શીનોલ અને શિકા ચોકડી પાસે એકત્ર થઈ મોડાસા કપડવંજ રસ્તો ચક્કા જામ કર્યો હતો.
અરવલ્લી: સાબરડેરી દ્વારા જાહેર કરાયેલા ભાવ વધારાનો અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં પણ ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. જિલ્લામાંથી સાબરડેરી ખાતે ભાવ વધારા બાબતનો વિરોધ વ્યક્ત કરવા જઈ રહેલા 1000 થી વધુ દૂધ ઉત્પાદકોની જિલ્લાના જુદા જુદા સ્થળોએ પોલીસ દ્વારા અટકાયત કરાઇ છે.સાબરડેરી દ્વારા ડેરીના દૂધ ઉત્પાદકો માટે ગત વર્ષે 9 ટકા ભાવ વધારો આપવામાં આવ્યો હતો ત્યારે ચાલુ સાલે આ ભાવ વધારો ઘટાડી 3.30 ટકા કરવામાં આવ્યો છે. જેના કારણે અરવલ્લી અને સાબરકાંઠાના દૂધ ઉત્પાદકો રોષે ભરાયા છે અને આ ભાવ વધારોનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં આ ભાવ વધારા સામે નારાજગી વ્યક્ત કરી પશુપાલકોએ મોડાસા નજીકના શીનોલ અને શિકા ચોકડી પાસે એકત્ર થઈ મોડાસા કપડવંજ રસ્તો ચક્કા જામ કર્યો હતો.
અનામત આંદોલનના ત્રીજા મોરચાનો પ્રારંભ, શહીદ યાત્રાનો ફિયાસ્કો
જ્યારે ડુગરવાડા ચોકડી પાસે ખેડૂતોએ ટાયર સળગાવી ચક્કા જામ કર્યો હતો. જિલ્લામાંથી હિંમતનગર સાબરડેરી ખાતે જઈ રહેલા પશુપાલકોની જિલ્લાના મોડાસા, બાયડ,ધનસુરા, અને મેઢાસણ અને સાબરકાંઠાના ગાંભોઈ પાસેથી પોલીસે જુદી જુદી દૂધ મંડળીઓના અનેક ચેરમેન સહિત 1000 થી વધુ દૂધ ઉત્પાદકોની અટકાયાત કરી હતી. ત્યારે સાબરડેરી દ્વારા ભાવ વધારામાં કારાયેલા ઘટાડાનો અરવલ્લી જિલ્લામાં પણ ઉગ્ર વિરોધ વ્યાપ્યો છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતો થયા એકઠાં, જમીન સંપાદન મુદ્દે કરી રહ્યા છે વિરોધ
સાબરડેરી દ્વારા જાહેર કારાયેલા ભાવ વધારા બાદ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા અરજણવાવના કિરીટભાઈ પટેલે વીડિયો વાઇરલ કરી આંદોલનની શરૂઆત કરી હતી ત્યારે આજે વીડિયો વાયરલ કરી વિરોધ કરવા સાબરડેરી ખાતે જઇ રહેલા કિરીટભાઈ પટેલની પોલીસે વીડિયો વાયરલ કરવા બદલ અટકાયત કરી હતી.