ગાંધીનગરઃ રખડતા ઢોરના મામલે માલધારી સમાજ અને સરકાર આમને સામને છે. રાજ્યમાં રખડતાં ઢોરનો કાયદો રદ્દ કરવા સહિત અન્ય માંગણીઓને લઈને માલધારી સમાજ દ્વારા દૂધ હડતાળ જાહેર કરવામાં આવી છે. રાજ્યભરમાં માલધારીઓ 21 સપ્ટેમ્બરે ડેરીઓમાં તેમજ ઘરે ઘરે દૂધ આપવા જશે નહીં. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોરનો મુદ્દો સતત ચર્ચામાં છે. માલધારી સમાજ દ્વારા 22મી સપ્ટેમ્બરે ગોળના લાડુ બનાવી યાગોને ખવડાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંદોલન કરશે માલધારી સમાજ
ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ કહ્યુ કે, સરકાર તથા તંત્રને વિનંતી કરવામાં આવે છે કે માલધારીઓ સાથે દૂધ બાબતે કોઈ પ્રકારની બળજબરી કરવામાં આવે નથી. માલધારી સમાજે કોરોના કાળમાં પણ દૂધના ભાવમાં વધારો કર્યો નથી. આ વાત ગુજરાતની પ્રજા જાણે છે. રાજ્ય સરકાર માલધારી સમાજના વિવિધ પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવી શકી નથી. તેમણે કહ્યું કે માલધારીઓનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ છે. તો નિર્દોષ રાહદારીઓએ અકસ્માતનો ભોગ બનવું પડે છે. 


આ પણ વાંચોઃ માત્ર 8 રૂપિયામાં ભરપેટ ભોજન, જૂની પેન્શન યોજના, કોંગ્રેસે આપ્યા નવા ત્રણ વચન


તેમણે કહ્યું કે રાજ્ય સરકાર હાઈકોર્ટમાં ખોટા એફિડેવિટો કરીને હાઈકોર્ટને ગેરમાર્ગે દોરે છે. તેમણે કહ્યું કે પશુપાલકોના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પાયમાલ કરવાનું બિલ લાવવામાં આવ્યું હતું. ઢોર અંકુશ નિયંત્રણ બિલ પ્રજાના હિત માટે નથી. આ બીલ ગૌચરની સરકારી જમીન ઉદ્યોગપતિઓને પધરાવી દેવાનું બીલ છે. 


શું છે માલધારી સમાજની માંગણીઓ
માલધારી સમાજની કુલ 14 માંગણીઓ છે. જેમાંથી સૌથી મહત્વની માંગણી સરકાર દ્વારા લાવવામાં આવેલું ગુજરાત ઢોર નિયંત્રણ બિલ રદ્દ કરવું. તો માલધારી વસાહતો બનાવી પશુઓ અને માલધારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી. તો ઢોર પકડવા નિકળતી ટીમ માલધારીઓ પર ખોટા કેસ કરવાનું બંધ કરે. આ સાથે માલધારીઓની માંગ છે કે ગૌચરની જમીન પચાવી પાડવામાં આવે નહીં. તો માલધારી સમાજ ગાયોને રસ્તા પર છુટી મુકે તેવો પ્રચાર બંધ કરવામાં આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube