ચેતન પટેલ/ સુરત: કંઈક નવું કરવું અને કોઈએ ન કર્યું હોય એવું કરવું, સુરત મહાનગરપાલિકા માટે આ સૂત્ર નવું નથી. રાજ્યની સદ્ધર મહાનગરપાલિકામાં સ્થાન ધરાવતી સુરત મહાનગરપાલિકા સતત નવા વિચારો અને નવી યોજનાઓ દ્વારા શહેરીજનોની સુખાકારીમાં વધારો થાય તેવા પ્રયત્નો કરતી આવી છે. આવો જ એક અદભુત પ્રયત્ન સુરત મહાનગરપાલિકાએ કર્યો છે. ગટરના પાણીમાંથી પેદા થતાં ગેસના ઉપયોગથી વીજળી બનાવવી અત્યાર સુધી રૂ.32 કરોડ બચાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત મહાનગર પાલિકા અવાર નવાર કંઇક અલગ કરતુ રહે છે જેની નોધ સમગ્ર વિશ્વમા લેવાતી હોય છે, ત્યારે ફરી એક વખત સુરત મનપાએ સમગ્ર દેશની મહાનગરપાલિકાઓને પછાડી છોડી દીધી છે. યુનાઈટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ ના સહયોગથી સુરત મહાનગરપાલિકાની સુએઝ વૉટરમાંથી (ગટરનું પાણી) વીજળી બનાવવાના પ્રોજેક્ટની જવાબદારી ઉપાડવા જણાવવામાં આવ્યું. સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા બિલકુલ અલગ જ પ્રકારની આ કામગીરીને તકની જેમ ઝડપી લીધી અને બેંગ્લોરની સંસ્થા પાસે સ્ટડી રિપોર્ટ બનાવ્યો. 


1998માં રોપાયેલા બીજનું ફળ 2૦૦૩માં સુરત મહાનગરપાલિકાને મળ્યું. સુરતના આંજણા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર અઢી કરોડ રૃપિયાના ખર્ચે 0.5 મેગાવૉટના દેશના પહેલા સુએઝ ગેસ બેઝ પ્લાન્ટની સ્થાપના થઈ. જેના માટે ૫૦ ટકા ગ્રાન્ટ યુએનડીપી દ્વારા આપવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના આંજણા વિસ્તારમાં બનેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવતાં ગટરના પાણીને ટ્રીટ કરી નદીમાં છોડવાની પ્રક્રિયામાં અંદાજે 14 લાખ રૂપિયાની વીજળીનો ખર્ચ કરવો પડતો હતો.


વધુમાં વાંચો...ડિઝીટલ ઇન્ડીયા, આ શાળામાં ડુંગર પર ચડીને શિક્ષક પુરે છે વિદ્યાર્થીઓની હાજરી


2003માં વીજળી ઉત્પન્ન થવાની શરૂઆત થતાં આ ખર્ચ ઘટીને ૭-૮ લાખ પર આવી ગયો છે. ગટરનું ગંદું પાણી નદીમાં છોડતાં પહેલાં તેને સુરત સહિત દેશની ઘણી મહાનગરપાલિકાઓ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરે છે અને ત્યાર બાદ નદીમાં છોડે છે, પરંતુ સુરત મહાનગરપાલિકા પાણીને ટ્રીટ કરતી વખતે પેદા થતા ગેસને ખુલ્લા વાતાવરણમાં છોડવાને બદલે તેમાંથી વીજળી બનાવે છે અને તે વીજળીની મદદથી જ સુએઝ પ્લાન્ટ ચલાવે છે.


[[{"fid":"194454","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"suRAT-2","field_file_image_title_text[und][0][value]":"suRAT-2"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"suRAT-2","field_file_image_title_text[und][0][value]":"suRAT-2"}},"link_text":false,"attributes":{"alt":"suRAT-2","title":"suRAT-2","class":"media-element file-default","data-delta":"1"}}]]


આ રીતે ટ્રીટમેન્ટ દરમિયાન પેદા થતાં મિથેન જેવા ઝેરી ગેસને હવામાં ઓગળતો અટકાવી સુરત મહાનગરપાલિકા પર્યાવરણની જાળવણી કરવાની સાથો સાથ વીજળી ઉત્પન્ન કરે છે. સુરત મહાનગરપાલિકા આંજણા ,ભટાર, કરંજ ,સીંગણપોર, કોસાડ, બમરોલીમા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરુ કર્યા છે. સુરત મહાનગરપાલિકાને દુબઈ સરકાર દ્વારા આ સંદર્ભે દુબઈ ઇન્ટરનેશનલ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવી છે.


હાલમાં ગટરના ગેસમાંથી 4.625 મેગાવૉટના વીજળીના પ્લાન્ટ કાર્યરત છે. જેમાંથી અત્યાર સુધી 6.45 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે. જેનું નાણાકીય મૂલ્ય 32 કરોડ રૂપિયા થાય છે. ગેસમાંથી વીજળી બનાવા માટે ઉપયોગમાં લેવાતાં તમામ સાધનો વિદેશથી જ લાવવા પડે છે, જેના કારણે પાવર પ્લાન્ટ બનાવાવનું મોંધુ પડે છે. જો ભારતીય કંપનીઓ આંતરરાષ્ટ્રીય અમારી જરૂરિયાત મુજબના એન્જિન બનાવી આપે તો માત્ર સુરત જ નહીં, દેશની અન્ય મહાનગરપાલિકાઓ પણ ગેસ બેઝ પાવર પ્લાન્ટ સ્થાપવાનું વિચારી શકે.