નેતાઓ સાથે સારા સબંધ હોવાનું કહી આ વ્યક્તિએ કરી ખેડૂતો સાથે ‘કરોડોની છેતરપિંડી’
રડોદરા તથા રણેચી ગામના કેટલાક ખેડૂતો પાસેથી અમદાવાદના મામા-ભાણીયા સહિત 4 શખ્સોએ તમાકુ તથા પશુઆહારમાં ઊંચું વળતર આપવાનું જણાવી સંખ્યાબંધ ખેડૂતો પાસેથી રૂપિયા 1.25 કરોડની છેતરપિંડી આચરતાં હલચલ મચી ગઇ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડૂતોને છેતરનાર આ વ્યક્તિએ ગુજરાતના મોટા મોટા નેતાઓ પાસે સારા સબંધ હોવાનું કહીને ખેડૂતોને કરોડો ચૂનો લગવાતો હતો.
સમીર બલોચ/બાયડ: રડોદરા તથા રણેચી ગામના કેટલાક ખેડૂતો પાસેથી અમદાવાદના મામા-ભાણીયા સહિત 4 શખ્સોએ તમાકુ તથા પશુઆહારમાં ઊંચું વળતર આપવાનું જણાવી સંખ્યાબંધ ખેડૂતો પાસેથી રૂપિયા 1.25 કરોડની છેતરપિંડી આચરતાં હલચલ મચી ગઇ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડૂતોને છેતરનાર આ વ્યક્તિએ ગુજરાતના મોટા મોટા નેતાઓ પાસે સારા સબંધ હોવાનું કહીને ખેડૂતોને કરોડો ચૂનો લગવાતો હતો.
બાયડ તાલુકાના રડોદરા તથા રણેચી ગામના કેટલાક ખેડૂતો પાસેથી અમદાવાદ તથા આણંદમાં રહેતા મનીષ જગદીશભાઇ પટેલ,દર્શનાબેન મનીષભાઇ પટેલ અને કિરણ જગદીશભાઇ પટેલ વિઠ્ઠલ મોતીભાઇ પટેલ આ તમામ શખ્સોએ સંખ્યાબંધ ખેડૂતોને તમાકુ તથા પશુઆહારમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી 2015ના એપ્રિલથી તારીખ 19-5-2016ના સમય ગાળા દરમિયાન 1.25 કરોડથી વધુની રોકડ પડાવી લઇ પલાયન થઇ ગયા હતા. આ મામલામાં પ્રથમ ખેડૂતો પાસેથી કુલ 1.75 કરોડ ઉઘરાવ્યા હતા. જેમાં 49.33 લાખ પરત પણ આપ્યા હતા. પરંતું બાકી નિકળતાં 1.25 કરોડ રૂપિયા પરત ન આપી ખેડૂતો પાસે છેતરપિંડી આચરી ઠગાઇ કરતાં બાયડ પોલીસે આ મામલે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.
ભરૂચ: નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ પર જળ સપાટી ભયજનક, 20 ગામ એલર્ટ
સમગ્ર પ્રકરણમાં ખેડૂતો એકઠા થઇ થોડા દિવસ પહેલા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ને સમગ્ર બાબતે રજુઆત કરી કડક કાર્યવાહી કરવા માટે જણાવતાં તુરંત જ ગૃહ વિભાગ દ્વારા આ પ્રકરણમાં કડક કાર્યવાહી કરી ખેડૂતોના હિતમાં પગલા ભરવા માટે જણાવ્યું હતું.આરોપી વિઠ્ઠલ મોતીભાઇ પટેલ તથા કિરણ જગદિશભાઇ પટેલ સગા મામા-ભાણીયા થાય છે. પોલીસે કિરણ પટેલની ધરપકડ કરી છે જેને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માગ્યા છે.
જુઓ LIVE TV :