યોગીન દરજી/નડિયાદ: આજે મહાસુદ પુનમ છે, ત્યારે નડિયદના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરે મહાસુદ પુનમનું અનેરૂ મહત્વ છે. આજથી 189 વર્ષ પહેલા સંતરામ મહારાજે જીવીત સમાધિ લીધી હતી. જેની યાદમાં દર વર્ષે અહી સાકર વર્ષા કરવામાં આવે છે. આખરે શુ છે મહિમાં અને શા માટે લાખ્ખોની સંખ્યામાં ભક્તો અહી ઉમટી પડે છે આવો જાણીએ ? નડિયાદના સંતરામ મંદિરમાં ઉમટી પડેલી આ ભક્તોની ભીડ જોઇને જ તમને લાગશે કે આજે ચોક્કસ કઇ મહત્વનો પ્રસંગ છે. જીહા, અહીના ભક્તોમાં માન્યતા છે કે, આજથી 189 વર્ષ પહેલા યોગીરાજ સંતરામ મહારાજે અહી જીવીત સમાધી લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાની ગજબની મિસ્ટ્રી : 17 વર્ષના સ્ટુડન્ટની પ્રેમપ્રકરણમાં આત્મહત્યા? પરિવારનો હત્યાનો આરોપ


જેમની જ્યોતમાંથી પ્રગટેલ અખંડ જ્યોત આજે પણ અહી હયાત છે. જે સમયે યોગીરાજ સંતરામ મહારાજે જીવીત સમાધી લીધી તે સમયે આકાશમાંથી દેવોએ સાકર વર્ષા કરી હોવાની માન્યતા શ્રધ્ધાળુઓમાં છે. જેની યાદમાં દર વર્ષે મહા સુદ પુનમના દિવસે સંતરામ મંદિરમાં સાકર વર્ષા કરવામાં આવે છે. મંદિરના સંતો દ્વારા આ સાકર વર્ષા કરવામાં આવે છે. જે સાકર અને કોપરાનો પ્રસાદ ઝીલવા માટે લાખ્ખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ અહીં ઉમટી પડે છે.


ભાજપના કાર્યકરે વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરી દીધા અશ્લિલ વીડિયો, વિગતો જાણીને પુરુષો પણ થશે શરમથી પાણીપાણી


મોટી સંખ્યામાં ઉમટી પડતાં શ્રધ્ધાળુઓમાં પણ સંતરામ મહારાજ પ્રત્યે અખંડ શ્રધ્ધા છે. આજના દિવસે સંતો દ્વારા ઉછાળેલી સાકર ઝીલી ભક્તો તેને સમગ્ર વર્ષ દરમ્યાન સાચવી રાખતા હોય છે. જે બાદ તેમના ઘરે આવતા કોઇપણ પ્રસંગમાં સકન માટે તે સાકરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આજનો દિવસ એટલે મહાસુધ પુર્ણીમાં, મહારાજે જ્યારે જીવતા સમાધી લીધી ત્યારે આકાશમાંથી સાકર વર્ષા થઇ હતી. આજના દિવસે જ વર્ષમાં એક વાર આરતી થાય છે. એટલે ભક્તો આટલી ભીડમાં પણ અહી આવીયે છીએ.


અંડરકન્સ્ટ્રક્શન હોટેલમાં ઉંચાઈથી ધબ દઈને મહિલા પડી નીચે, કલાકો સુધી રઝળતો રહ્યો મૃતદેહ
આજે સાકર વર્ષાનો દિવસ છે, સંતરામ મહારાજે અહી જીવતા સમાધી લીધી હતી. તે સમયે ભગવાને આકાસમાંથી સાકર વર્ષા કરી હતી. જેને યાદ કરીને 189 વર્ષથી અહી આ તહેવાર ઉજવાય છે. લાખ્ખોની ભીડમાં અહી લોકો દર્ષન કરવા આવે છે, છતા કોઇ વ્યક્તિ પ્રસાદ લીધા વગર જતી નથી.ખરેખર કહેવાય છેકે જ્યાં શ્રધ્ધા હોય ત્યા પુરાવાની કોઇ જરૂર હોતી નથી. નડિયાદ સંતરામ મંદિરે શ્રધ્ધાળુઓની આસ્થા પણ કઇક આવી છે. અહી બોર પુનમના દિવસે બોર ઉછાળવાની પરંપરા છે. તો મહા પુનમે સાકર વર્ષા થાય છે. ખરેખર અહી ઉજવાતા મહોત્સવોને જોતા એક જ વાત કહેવાય છે. સંતરામ મહારાજ સત્ય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube